પ્રતિષ્ઠિત ટેનિસ ટૂર્નામેન્ટમાં પાંચ સેટના અત્યંત રોમાંચક ફાઈનલમાં જીત મેળવી અલ્કારેજે બીજો ગ્રાન્ડસ્લેમ કર્યો પોતાના નામે: 36 વર્ષના જોકોવિચે હવે 24મું ગ્રાન્ડસ્લેમ જીતવા માટે જોવી પડશે રાહ: ફાઈનલમાં અલ્કારેજે 130 મિનિટ પ્રતિ કલાકની ઝડપે સર્વિસ કરી જોકોવિચના દરેક સ્ટ્રોકનો આપ્યો જવાબ
સ્પેનના કાર્લોસ અલ્કારાજે વિમ્બલ્ડનમાં 34 મેચથી ચાલ્યા આવતાં નોવાક જોકોવિચના એકહથ્થું શાસનને તોડી પાડી પાંચ સેટના અત્યંત રોમાંચક ફાઈનલ મુકાબલામાં જીત મેળવી છે. આ સાથે જ તેણે બીજો ગ્રાન્ડસ્લેમ ખીતાબ પોતાના નામે કર્યો છે. દુનિયાના નંબર વન ખેલાડી અલ્કારાજે ફાઈનલ મુકાબલો 1-6, 7-6, 6-1, 3-6, 6-4થી જીત્યો છે. આ સાથે જ તેણે જોકોવિચને રેકોર્ડની બરાબરી કરનારા આઠમા અને સળંગ પાંચમા વિમ્બલ્ડન ખિતાબથી વંચિત રાખી દીધો છે.
- Advertisement -
36 વર્ષીય જોકોવિચે 24મું ગ્રાન્ડસ્લેમ જીતીને સેરેના વિલિયમ્સથી આગળ નીકળવા માટે હવે ઈન્તેજાર કરવો પડશે. સ્પેનના 20 વર્ષનો અલ્કારાજ વિમ્બલ્ડન જીતનારો ત્રીજો સૌથી યુવા ખેલાડી બન્યો છે. બન્ને વચ્ચે ઉંમરનું અંતર 1974 બાદથી કોઈ પણ ગ્રાન્ડ સ્લેમ ફાઈનલમાં સૌથી વધુ છે.
જોકોવિચ-અલ્કારેજની ટક્કર પાછલા મહિને ફ્રેન્ચ ઓપનમાં પણ થઈ હતી પરંતુ ત્યારે અલ્કારાજ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. આ વખતે તેની પાસે જોકોવિચના દરેક સ્ટ્રોકનો જવાબ આપવાની ક્ષમતા હતી. તેણે 130 મીટર પ્રતિ કલાકની ઝડપથી સર્વિસ કરી હતી. જોકોવિચે છેલ્લે અહીં 2013માં ફાઈનલ ગુમાવ્યો હતો. આ તેનો રેકોર્ડ 35મો ગ્રાન્ડસ્લેમ ફાઈનલ હતી જ્યારે અલ્કારાજ બીજી વખત જ ફાઈનલ રમી રહ્યો હતો.
- Advertisement -
આમ છતાં ત્રીજા સેટમાં તેણે 25 મિનિટ સુધી ચાલેલી અદ્ભુત ગેમ જીતી અને મેચમાં 32 પોઈન્ટ મેળવ્યા હતા. તેણે પાંચમા સેટમાં બેકહેન્ડ પર શાનદાર વિનર લગાવીને જોકોવિચની સર્વિસ તોડી હતી.