અલ્કારેઝ પર થાક હાવી થઈ જતાં જોકોવિચને જીતવા માટે બહુ મહેનત ન કરવી પડી: વિમેન્સ સિંગલ્સના ફાઈનલમાં આજે કૈરોલિના મુચોવા-ઈગા સ્વિતેક વચ્ચે ટક્કર
નોવાક જોકોવિચે પોતાના અનુભવ અને શાનદાર ફિટનેસનો ઉપયોગ કરીને ફ્રેન્ચ ઑપનના સેમિફાઈનલમાં વિશ્ર્વના નંબર વન ખેલાડી કાર્લોસ અલ્કારેઝને 6-3, 5-7, 6-1, 6-1થી હરાવીને રેકોર્ડ 23મા ગ્રાન્ડસ્લેમ તરફ આગેકૂચ કરી છે.
- Advertisement -
અલ્કારેઝે આ દરમિયાન શાનદાર શૉટ લગાવીને બીજા સેટને પોતાના નામે કર્યો હતો પરંતુ આ પછી તેના ઉપર થાક હાવિ થઈ ગયો અને ગ્રાન્ડસ્લેમમાં પોતાનો 45મો સેમિફાઈનલ રમી રહેલા વિશ્વ રેન્કીંગમાં ત્રીજા સ્થાને રહેલા સર્બિયાના ખેલાડી જોકોવિચને જીત મેળવવામાં વધુ પરેશાની થઈ ન્હોતી.
અલ્કારાઝે થાક અને માંસપેશીઓ ખેંચાઈ જવાથી બ્રેક લેવો પડ્યો હતો પરંતુ તેનાથી તેને કોઈ જ ફાયદો મળ્યો ન્હોતો. જોકોવિચે મેચ જીત્યા બાદ કહ્યું કે હું તેની (અલ્કારેઝની) પરેશાની સમજી શકું છું અને તેના માટે મને દુ:ખ પણ થઈ રહ્યું છે. આશા છે કે તે ઝડપથી ફિટ થઈ જશે.
બીજી બાજુ આજે વિમેન્સ સિંગલ્સનો ફાઈનલ મુકાબલો રમાશે જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈગા સ્વિતેક અને કૈરોલિના મુચોવા વચ્ચે ટક્કર થશે. ઈક્ષાએ એકતરફી સેમિફાઈનલ મુકાબલામાં બ્રાઝીલની વીટ્રિઝ હદાદ માઈયાને 6-2, 7-6થી હરાવી હતી.
- Advertisement -
મુચોવાએ દુનિયાની બીજા નંબરની ખેલાડી આરિના સબાલેન્કાને 7-6, 6-7, 7-5થી હરાવીને પહેલીવાર કોઈ ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટના ફાઈનલમાં જગ્યા બનાવી છે. સ્વિતેક ડિફેન્ડિંગ ચેમ્પિયન હોવાની સાથે જ અત્યાર સુધી ત્રણ ગ્રાન્ડસ્લેમ જીતી ચૂકી છે.