પાંચ દિવસ સુધી યાર્ડ બંધ રહેશે : લાભ પાંચમથી કામનો પ્રારંભ થશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં 24 ઓકટોબરથી દિવાળી વેકેશન પડશે. પાંચ દિવસ સુધી યાર્ડ બંધ રહ્યાં બાદ 29 ઓકટોબરથી એટલે કે લાભપાંચમાંથી કામ કાજનો પ્રારંભ જશે. આ અંગે યાર્ડના સેક્રેટરી દિવ્યેશભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં દિવાળી તહેવારને લઇ 24 ઓકટોબરથી 28 ઓકટોબર સુધી રજા જાહેર કરવામાં આવી છે. પરિણામે આ 5 દિવસ સુધી હરરાજી તેમજ વેપારી કામકાજ બંધ રહેશે. ખાસ કરીને 21 ઓકટોબર શુક્રવારના રાતના 8 વાગ્યાથી તમામ જણસીની આવક બંધ કરવામાં આવેલ છે.પરિણામે 22 ઓકટોબર શનિવારે યાર્ડમાં હરરાજીની કામગીરી શરૂ રહેશે પરંતુ જણસીની આવક નહિ થઇ શકે. જ્યારે 23 ઓકટોબર રવિવાર હોય રજા હોય છે. 24 ઓકટોબરથી 28 ઓકટોબર દિવાળી વેકેશનને લઇ કામગીરી બંધ રહેશે. જોકે, 28 ઓકટોબર શુક્રવારના સવારના 8 વાગ્યાથી તમામ જણસીની આવક શરૂ થશે અને 29 ઓકટોબર- શનિવાર લાભ પાંચમના શુભ મુહૂર્તથી હરરાજીનો પ્રારંભ થશે.