દિવાળી મિની વેકેશનમાં પર્યટન સ્થળ પર ભીડ જામશે
રોપ-વે, સિંહ દર્શન, સોમનાથ મંદિર અને દીવ બીચની મોજ માણશે
- Advertisement -
હોટલોના ભાડા વધવાની સાથે બુકિંગ ફૂલ
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ફરવા ફરવાના અનેક સ્થળો વિશ્વ વિખ્યાત છે ત્યારે રવિવાર દિવાળીથી મીની વેકેશનનો માહોલ શરુ થઇ રહયો છે જેના લીધે લાખો પ્રવાસીઓ સોરઠ વિસ્તારના પર્યટન સ્થળની મુલાકાત પરિવાર સાથે આવશે ત્યારે તમામ સ્થળોની હોટલોના ઊંચા ભાડા હોવા છતાં હોટલનું બુકીંગ ફૂલ જોવા મળી રહ્યું છે.
જૂનાગઢ શહેરમાં ગીરનાર રોપ-વેની સફર માણવા માટે ઓનલાઇન બુકીંગ સામાન્ય દિવસો કરતા વધ્યું છે ત્યારે દિવાળી પર્વ નિમિતે રોજબરોજ હજારો પ્રવાસીઓ ગીરનાર પર્વતના ધર્મસ્થાનો સાથે રોપ-વેની સફર કરશે તેની સાથે સક્કર બાગ પ્રાણી સંગ્રહાલય અને તાજેતર માંજ નવીની કરણ પામેલ ઐતિહાસિક ઉપર કિલ્લાની મુલાકત લેશે આમ દિવાળી તહેવારમાં જૂનાગઢ ગીરનાર તળેટીમાં ટ્રાફિક સમસ્યા સાથે પણ લાખો પ્રવાસીઓ પરિવાર સાથે પધારશે.
સાસણ ગીર સેન્ચુરીમાં મુક્ત મને વિહરતા એશિયાટિક સિંહોને જોવાનો લ્હાવો સહેલાણીઓ ચુકતા નથી ત્યારે દિવાળી અને નૂતન વર્ષના 7 દિવસ સુધી સિંહ દર્શન માટે થતું ઓનલાઇન બુકીંગ ફૂલ થયું છે તેની સાથે દેવળીયા પાર્ક માં એક્સ્ટ્રા બસો રાખીને સિંહ દર્શન કરવામાં આવશે ત્યારે મીની વેકેશન દરમિયાન ગીર વિસ્તાર આસપાસમાં આવેલ જંગલોમાં કનકાઈ મંદિર,બાણેજ સહીતની ધાર્મિક સ્થાનોમાં ભારે ભીડ જોવા મળશે. બાર જ્યોર્તિલિંગમાં પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહેદવના દર્શન કરવા લાખો પ્રવાસીઓ આવશે ત્યારે સોમનાથ ટ્રસ્ટની ગેસ્ટહાઉસ અને હોટલનું બુકીંગ ફૂલ જોવા મળેછે તેમજ સોમનાથ વેરાવળ હોટલમાં પણ ફૂલ બુકીંગ થયું છે તેની સાથે સોમનાથ ચોપાટી અને ત્રિવેણી ઘાટ અને ગૌલક ધામ અને ભાલકા તીર્થ સ્થળો પર ભાવિકો ખુબ મોટી સંખ્યમાં જોવા મળશે ત્યારે ટ્રાફિકને ધ્યાને લઈને તંત્ર દ્વારા સોમનાથ પરિસર આસપાસના વિસ્તારોના રસ્તા મુદ્દે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
સંઘ પ્રદેશ દીવમાં દિવાળીની મોજ માણવા દેશ વિદેશના ટુરિસ્ટો ખુબ મોટી સંખ્યામાં આવે છે ત્યારે દીવના નાગવા બીચ સહીત કિલ્લાની મુલાકાત સાથે દીવના અનેક હરવા ફરવાના સ્થળો પર પ્રતિ વર્ષ લાખો પ્રવાસીઓ પધારે છે અને નાગવા બીચ પર લાખો પર્યટક જોવા મળશે.



