દેશભરમાં અત્યાર અયોધ્યામાં થનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણીને અનુસંધાને ઠેર ઠેર દિવાળી જેવો માહોલ છે.
- Advertisement -
રામલલ્લાની પુન: પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણીના ભાગરૂપે રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં પેડક રોડ, સંતકબીર રોડ, ભાવનગર રોડ પરની 500થી વધુ બિલ્ડિંગ પર રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે.
ચાંદી બજાર તેમજ રણછોડનગરમાં શેરી-ગલીમાં પણ લોકોએ મકાન અને વાણિજ્ય બિલ્ડિંગ પર પણ રોશની કરી છે.