ખાતાકીય પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ ડીજીપી વિકાસ સહાય અને એડીજીપી નરસિમ્હા કોમાર દ્વારા હુકમ : રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસના 34 એએસઆઈ પીએસઆઈ બન્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યના 621 એએસઆઈને દિવાળી ભેટ મળી છે. પીએસઆઈ તરીકે બઢતી અપાઈ છે. આ તમામ એએસઆઈ ખાતાકીય પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ ડીજીપી વિકાસ સહાય અને એડીજીપી નરસિમ્હા કોમાર દ્વારા હુકમ કરાયો છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય પોલીસના 34 એએસઆઈ પીએસઆઈ બન્યા છે.
રાજકોટ શહેરના રાઠોડ, મહેન્દ્રભાઈ અમરશીભાઈ, ઝાલા પ્રવિણસિંહ કનુભા, પરમાર જયેન્દ્રસિંહ મહોબતસિંહ, માઢક જયોત્સનાબેન જસ્મીન કુમાર, હુંબલ જયસુખલાલ સવજીભાઈ ગોહિલ પ્રવિણસિંહ અભેસિંહ ચુડાસમા હર્ષદસિંહ દિલીપસિંહ, ચિહલા રાણાભાઈ જેઠાભાઈ, કથિરી ફરીદાબેન મહંમદભાઈ, ગઢવી બીપીન રતીદાન, પાંડવ જગદીશભાઈ કાંતીભાઈ સોલંકી રાજેશકુમાર રાયસિંહ સોલંકી પારૂલબેન જગદીશભાઈ, બોરીચા વનીતાબેન ગીરીશકુમાર માલવીયા કનુભાઈ વાલજીભાઈ પરમાર મધુબેન તેજાભાઈ પીએસઆઈ તરીકે બઢતી મળી છે.રાજકોટ ગ્રામ્ય પોલીસના જેતાણી દિનેશકુમાર ગોરધનભાઈ, મનાત મજનુભાઈ કાળુભાઈ, જાડેજા અશોકસિંહ ચનુભા, ભંડેરી ધમિષ્ઠાબેન, અશ્ર્વિનકુમાર પરમાર અરવિંદકુમાર અરજણભાઈ, ડીંડોર લક્ષ્મણભાઈ ભલાભાઈ, જોગેલા દિપક ધીરજલાલ, રામાનુજ દિલીપભાઈ ગુલાબદાસ રાવત પ્રકાશભાઈ કલાજીભાઈ ચૌહાણ મહંમદરફીક હબીબભાઈ લખધીર વર્ષાબેન લાભુભાઈ, ચૌહાણ મુસ્તુફાખાન ફૈજુખાન, બારડ નિર્મળાબેન માણસુરભાઈ સાંગાણી સરોજબાળા અમૃતલાલ, બલદાણીયા કિરણબેન જયેશભાઈ, સોઢાતર લાભુભાઈ કરશનભાઈ વાઘેલા પ્રવિણ જીવણભાઈ, બાલાસરા પ્રભાતભાઈ રાયઘનભાઈને પીએસઆઈ તરીકે પ્રમોશન મળ્યું છે.