સેનાના જવાનોની સાથે દિવાળીને માનવવા માટે કારગિલ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૈનિકોને દિવાળીનો અર્થ સમજાવ્યો. સાથે જ તેમણે દુશ્મન દેશોને ચેતવણી પણ આપી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સવારે જમ્મુ-કાશ્મીરના કારગિલ પહોંચ્યા હતા. દર વર્ષની જેમ તેમણે અહીં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ તકે પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, સેનાના જવાનો મારો પરિવાર છે, તેમની સાથે દિવાળી મનાવવી મને ગમે છે.
- Advertisement -
#WATCH | "For me, all of you have been my family for years now… it's a privilege to celebrate #Diwali amid all of you," says Prime Minister Narendra Modi, while interacting with members of the Armed Forces in Kargil
(Source: DD) pic.twitter.com/H47FM8byeE
— ANI (@ANI) October 24, 2022
- Advertisement -
દેશવાસીઓને પાઠવી દિવાળીની શુભકામના
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ક્યાં સિવિલિયન લોકોની આતિશબાજી અને ક્યાં તમારી આતિશબાજી. તમારી આતિશબાજી કંઈક અલગ હોય છે. તમારા ધમાકા પણ અલગ હોય છે. સાથીઓ શોર્યની અપ્રતિમ ગાથાઓની સાથે જ આપણી પરંપરા મધુરતા અને મીઠાશની પણ છે. એટલા માટે ભારત પોતાના તહેવારોને પ્રેમની સાથે મનાવે છે. આખા વિશ્વને તેમાં સામેલ કરીને મનાવે છે. આજે કારગિલની આ વિજય ભૂમિ પરથી અને જવાનોની વચ્ચેથી હું તમામ દેશવાસીઓ અને વિશ્વને દિવાળીની હાર્દિક શુભકામના પાઠવું છું.
From this victorious land of Kargil, I wish the countrymen and the world a very happy #Diwali. There has not been a single war with Pakistan where Kargil has not hoisted the flag of victory. Diwali means 'festival of end of terror' and Kargil made it possible: PM Narendra Modi pic.twitter.com/utvHJLzUdq
— ANI (@ANI) October 24, 2022
વડાપ્રધાન મોદીએ જવાનોને સમજાવ્યો દિવાળીનો અર્થ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળીનો અર્થ સમજાવતા કહ્યું કે, વાસ્તવમાં દિવાળીનો સાર એ છે કે આતંકનો અંત થાય અને પછી તેનો ઉત્સવ મનાવવામાં આવે. ‘આતંકના અંતનો ઉત્સવ’. આવું જ કારગિલે પણ કર્યું હતું. કારગિલ યુદ્ધ દરમિયાન પણ સેનાએ આ જ રીતે આતંકને કચડી નાખ્યો હતો. એક દિવ્ય જીત અપાવી હતી. જેને લોકો આજે પણ યાદ કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, મારું એ સૌભાગ્ય રહ્યું, હું જીતનો સાક્ષી બન્યો હતો અને મેં એ યુદ્ધને પણ નજીકથી જોયું હતું.
#WATCH | There has not been a single war with Pakistan where Kargil has not hoisted the flag of victory. #Diwali means 'festival of end of terror' and Kargil made it possible: PM Narendra Modi, in Kargil pic.twitter.com/VpP7MY0nJY
— ANI (@ANI) October 24, 2022
સાધન-સામગ્રી લઈને હું અહીંયા પહોંચ્યો હતો: વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જ્યારે આપણા જવાનો કારગિલ યુદ્ધમાં દુશ્મનોને જડબાતોડ જવાબ આપી રહ્યા હતા. ત્યારે મને તેમની વચ્ચે આવવાનું સૌભાગ્ય મળ્યું હતું. દેશના એક સામાન્ય નાગરિક તરીકે મારો કર્તવ્ય પથ મને રણભૂમિ સુધી લઈ આવ્યો હતો. દેશે પોતાના સૌનિકોની સેવા માટે જે કંઈ સાધન-સામગ્રી આપી હતી, તેને લઈને હું અહીંયા આવ્યો હતો.
… ત્યારે જ કોઈ રાષ્ટ્ર પોતાને સુરક્ષિત કહી શકે છે: વડાપ્રધાન
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, કોઈપણ રાષ્ટ્ર ત્યારે જ પોતાને સુરક્ષિત કહી શકે છે જ્યારે તેની સરહદો સુરક્ષિત હોય, જ્યારે તેની અર્થવ્યવસ્થા મજબૂત હોય અને જ્યારે ગરીબોને પોતાનું ઘર મળે, દરેક સુવિધા મળે.
#WATCH | Prime Minister Narendra Modi participates in 'Vande Mataram' singalong with members of the Armed Forces, in Kargil pic.twitter.com/txvve7pN4u
— ANI (@ANI) October 24, 2022
પીએમ મોદીની દુશ્મન દેશોને ચેતવણી
પીએમ મોદીએ દુશ્મન દેશોને ચેતવણી આપતા કહ્યું કે, આપણે યુદ્ધના વિરોધી છીએ પણ શાંતિ પણ સામર્થ્ય વગર શક્ય નથી, જો દેશ પર કોઈ નજર ઉઠાવીને જોશે તો સેના તેનો જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે.
સેનામાં થઈ રહ્યા છે મોટા સુધારા વધારા: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ સેનાના જવાનોને કહ્યું કે, ભવિષ્યમાં યુદ્ધની પદ્ધતિ પણ બદલવા જઈ રહી છે, સેનામાં મોટા સુધારા કરવામાં આવી રહ્યા છે. સેનામાં સારો તાલમેલ રહે અને તેજીથી કાર્યવાહી માટે સતત નિર્ણય લેવામાં આવી રહ્યા છે. સરહદ પર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવી રહ્યું છે. દેશમાં અનેક સૈનિક સ્કૂલ ખોલવામાં આવી રહી છે, અને મને ગર્વ છે કે ભારતની સેનામાં દીકરીઓના આવવાથી તાકાત વધવાની છે.
#WATCH | We've never viewed war as first option…Be it the war in Lanka or Kurukshetra, we tried till last to postpone it. We're against war but peace can't be there without strength. If anyone dares to look at us with evil eyes, our armed forces will give a befitting reply: PM pic.twitter.com/pW4O79KpMT
— ANI (@ANI) October 24, 2022
વડાપ્રધાન મોદી છેલ્લા 8 વર્ષથી જવાનો સાથે મનાવે છે દિવાળી
અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ સેનાના જવાનોની સાથે છેલ્લા 8 વર્ષથી દિવાળીનો તહેવાર મનાવતા આવી રહ્યા છે. પીએમ મોદી કહે છે કે સેનાના જવાનોના કારણે આપણે આપણા ઘરે સુરક્ષિત રીતે દિવાળીની ઉજવણી કરી શકીએ છીએ. જો તેઓ બોર્ડર પર તૈનાત ન હોત તો કદાચ આપણે આપણા ઘરોમાં નિર્ભયતાથી દીવાને ન પ્રગટાવી શકેત અને આપણે આ રીતે તહેવાર પણ ન મનાવી શકેત. દિવાળી પર આપણને મળતી દરેક ખુશીની પાછળ ક્યાંક ને ક્યાંક જવાનોનું બલિદાન હોય છે. એટલા માટે પીએમ મોદી સેનાને પોતાનો પરિવાર માને છે અને દરેક વખતે તેઓ સૈનિકો સાથે દિવાળી મનાવવા તેમના કેમ્પમાં જાય છે. પીએમ મોદી 2014થી સતત સેના સાથે દિવાળીની ઉજવણી કરે છે.