વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા પણ સન્માન કરાયું.
યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વ. અભય ભારદ્વાજને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા.
જેમનું સમગ્ર જીવન સિંહને સમર્પિત છે તેવા દિવના રહેવાસી પરશુરામના કૃપાપાત્ર, વન્ય સંપદા રક્ષક તથા બ્રહ્મ રત્ન સન્માનિત રમેશ રાવળના જીવન – કવનને આવરી લેતી શોર્ટ ફિલ્મ રાણા કંડોરણાવાળા મહામુક્તરાજ સંત પૂ. દેવુભગતના આશીર્વાદથી ડી.બી. ફિલ્મસના બેનર હેઠળ સર્વ એચ.આર. કલોલા, નારણભાઇ આહિર, જયંતભાઇ જોષી તથા અભય અંજારીયાના વિશેષ યોગદાનથી હરનેશ સોલંકી દ્વારા નિર્મિત, સંજય ગોહિલ દ્વારા લિખિત – દિગ્દર્શીત, કેમેરામેન પ્રવીણભાઇ મુછડીયા તથા એડીટીંગ હર્ષદભાઇ મુછડીયા અને એન્કર, મ્યુઝિક, ગીતકાર દિનેશ બાલાસરાના સહયોગમાં ‘‘સાવજનો સાચો સાથીદાર : રમેશ રાવળ’’ શોર્ટ ફિલ્મ તૈયાર કરાયેલ. તેનું તા. ૨૫-૦૭-૨૦૨૧ને રવિવારના રોજ સવારે ૯.૦૦ થી ૧૧.૦૦ દરમ્યાન પરશુરામ યુવા સંસ્થાન રાજકોટ પ્રેરીત ‘સુબંધુ’ હોલ, રાજકોટ ખાતે રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી પ્રદીપભાઇ ડવ તથા જાણીતા એડવોકેટ અંશભાઇ ભારદ્વાજના હસ્તે ફિલ્મનું લોન્ચીંગ કરાયેલ સાથે સાથે વર્લ્ડ બુક ઓફ રેકર્ડસ, લંડનના સૌરાષ્ટ્ર – કચ્છ અને દિવ ઝોનના પ્રમુખશ્રી શૈલેષભાઇ બારડ દ્વારા સન્માન પત્ર એનાયત કરાયેલ.
કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગાન બાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ભગવાન પરશુરામ તથા સ્વ. અભયભાઇ ભારદ્વાજની તસ્વીર પાસે દીપ પ્રાગટ્ય બાદ ભારતીય સંસ્કૃતિની પરંપરાનુસાર દરેક મહાનુભાવોનું કુ. શ્રેયા સંજયભાઇ ગોહિલ દ્વારા કંકુ – ચોખા દ્વારા સ્વાગત કરાયેલ. ત્યારબાદ મેયર પ્રદીપભાઇ ડવ, અંશભાઇ ભારદ્વાજ, નયનભાઇ ભટ્ટ, શૈલેશભાઇ બારડ વિગેરેને નિરંજનભાઇ દવે, કૃણાલ દવે, મુકુન્દ રાઠોડ અને અશોકભાઇ રાઠોડ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાયેલ.
- Advertisement -
કાર્યક્રમમાં ઉપસ્થિત જાણીતા એડવોકેટ અંશભાઇ ભારદ્વાજે પોતાના વક્ત્વમાં તેમના પિતા સ્વ. અભયભાઇ ભારદ્વાજને યાદ કરી, તેઓએ ગીરના સિંહો માટે સુપ્રીમ કોર્ટ સુધી જાહેર હીતની અરજી કરી લડત કરેલી. તેની વિશેષ જાણકારી આપી. રમેશ રાવળના જીવન – કવનને બિરદાવી જણાવેલ કે હવે આપણે સૌ એ પણ સિંહોના સંવર્ધન પ્રત્યે જાગૃતિ દાખવવી પડશે તેમ જણાવેલ.
વર્લ્ડ બુક ઓફ રેકર્ડસ, લંડનના પ્રતિનિધિ શૈલેશભાઇ બારડે રમેશ રાવળની સિંહોના પ્રત્યેની લાગણી, લગાવ અને પ્રેમને બિરદાવેલ અને તેમની ૪૦ વર્ષોની સિંહો પ્રત્યેની સંવેદનાની વર્લ્ડ બુક ઓફ રેકર્ડસે પણ નોંધ લીધી તેની વાત કરેલી.
કાર્યક્રમના મુખ્ય મહેમાન મેયર પ્રદીપભાઇ ડવે સિંહ પ્રત્યેના રમેશ રાવળના અતૂટ પ્રેમ વિશે આનંદ વ્યક્ત કરેલ અને અભિનંદન પાઠવેલ અને લાખો યુવાનોના પ્રેરણા સ્રોત સ્વ. અભયભાઇ ભારદ્વાજની યુવાનો પ્રત્યેના પ્રેમભાવ અને લાગણી સાથેના સંસ્મરણો યાદ કરતા ભાવુક થઇ જતાં પોતાના વક્તવ્યને વિરામ આપેલ.
- Advertisement -
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો નયનભાઇ ભટ્ટ, વિજયભાઇ કારીયા, ફિલ્મ લેખક / દિગ્દર્શક સંજયભાઇ ગોહિલ, પીરામીડ પબ્લિકેશનના વિપુલ પરમાર વિગેરેએ રમેશ રાવળ સાથેના સંસ્મરણો વ્યક્ત કરેલ.
ત્યારબાદ સન્માનીત રમેશભાઇ રાવળે પોતાના જીવન – કવન ઉપર શોર્ટ ફિલ્મ તૈયાર કરનાર તમામનો તથા પ્રેરીત સંસ્થા પરશુરામ યુવા સંસ્થાનના હોદ્દેદારોનો વર્લ્ડ બુક ઓફ રેકર્ડસ, લંડનના હોદ્દેદારોનો પણ આભાર વ્યક્ત કરેલ.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા એન્કર દિનેશ બાલાસરા દ્વારા તેમની આગવી શૈલીમાં કરાયેલ. આમ આ સાદા પણ ગરીમાપૂર્ણ કાર્યક્રમને સફળ કરવા તથા સૌ માટે નાસ્તાની વ્યવસ્થા પરશુરામ યુવા સંસ્થાન રાજકોટના સર્વ નિરંજનભાઇ દવે, પંકજભાઇ દવે, સૌરભભાઇ જોષી, કૃણાલ દવે તેમજ સોરઠીયા રજપૂત સમાજના યુવા કાર્યકર્તા સર્વ અશોકભાઇ રાઠોડ, મુકુન્દભાઇ રાઠોડ, મુકેશભાઇ ચૌહાણ, ગીરીશભાઇ ચૌહાણ, વિમલભાઇ હાડા અને આકાશભાઇ ચૌહાણે જહેમત ઉઠાવેલ.
આભાર વિધિ જાણીતા આર્ટીસ્ટ ઉમેશભાઇ રાવ દ્વારા સર્વ નામી – અનામી તથા પોતાનો કિંમતી સમય આપી કાર્યક્રમની શોભા વધારી એ સર્વેને તહેદિલસે આભાર વ્યક્ત કરી, કાર્યક્રમ સંપન્ન જાહેર કરેલ.
સંજયભાઇ ગોહિલ શોર્ટ ફિલ્મ લેખક / દિગ્દર્શક – મો. ૭૦૧૬૫ ૮૪૯૩૬
હરનેશ સોલંકી નિર્માણ- મો. ૯૫૩૭૨૫૨૨૭૦