ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ રાજકોટ નેશનલ હાઈવે ઉપર વડાલ નજીક કામ ચાલી રહ્યું હોય ત્યારે ડ્રાઇવર જનમાર્ગ કાઢવામાં આવ્યો છે. પરંતુ નિયમ મુજબ માર્ગ ઉપર ડામર પટ્ટી પાથરવાની હોય છતાં વધુ સમયગાળા દરમિયાન ચાલી રહેલ આ રોડ પર હજી સુધી એક વખત જ ડામર રોડ આવ્યો હતો. જે ચોમાસા દરમ્યાન તૂટી જતાં હાલ અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વાહન ચાલકોએ માંગ કરી છે કે મસમોટા ટોલટેકસ ઉઘરાવવા માહિર ઓથોરિટી સત્વરે આ માર્ગનું સમારકામ કરે.અનેક અજાણ્યા વાહન ચાલકો આ માર્ગે અકસ્માતના ભોગ પણ બને છે છતાં નિર્ભર તંત્ર હજુ સુધી જાગ્યું નથી.