આદિવાસી ગૌરવ દિનની ઉજવણી અંતર્ગત ખાસ કાર્યક્રમ યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવની તમામ શાળાઓમાં આદિવાસી ગૌરવ દિવસ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે તે અંતર્ગત દસમા દિવસે (24/11/2024 અને 25/11/2024) આ કાર્યક્રમમાં કેન્દ્રશાસિત પ્રદેશની વિવિધ શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. હવેલી અને દમણ અને દીવની 155 થી વધુ શાળાઓ અને 12,846 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આદિવાસી ગૌરવ દિવસના કાર્યક્રમ અંતર્ગત શિક્ષકોએ શાળાના વિદ્યાર્થીઓના નાના-નાના જૂથોને આદિવાસી સમાજના ઘરે-ઘરે જઈને આદિવાસી જીવન કેવી રીતે જીવવું તે પણ શીખવ્યું અને વિદ્યાર્થીઓને તેમની પરંપરાઓનો સીધો પરિચય મેળવ્યો હતો.



