ખાસ-ખબર ન્યૂઝ દિવ, તા.28
દિવ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ રાહુલ દેવ બુરા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 ની કલમ 163 હેઠળ, દીવમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી, તમામ બેંકો અને એટીએમની સંવેદનશીલ પ્રકૃતિને જોતા, તેનો ઉપયોગ કરતા સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે બેંકો અને એટીએમની સશસ્ત્ર ગાર્ડ દ્વારા 24 કલાક સુરક્ષા હોવી જરૂરી છે.
દીવ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ રાહુલ દેવ બુરાએ માનવ જીવન અને જાહેર અને ખાનગી સંપત્તિને કોઈપણ પ્રકારના નુકસાન અને અપ્રિય ઘટનાને રોકવા માટે વહીવટીતંત્ર દ્વારા ત્વરિત અને અસરકારક પગલાં લેતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 ની કલમ 163 જારી કરી. કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ઉદ્દેશ્ર્યથી ચુસ્તપણે પાલન કરવા માટે આ આદેશ જારી કરવામાં આવ્યો છે. કે દીવની તમામ બેંકો તેમની બેંકો અને એટીએમને તાત્કાલિક અસરથી સશસ્ત્ર ગાર્ડ્સ દ્વારા સુરક્ષિત રાખવામાં આવશે. ચોવીસ કલાક સુરક્ષા અથવા સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરશે. આદેશમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ હુકમ 23/12/024 થી 20/02/2025 સુધીના 60 દિવસ (બંને દિવસો સહિત) ના સમયગાળા માટે તાત્કાલિક અસરથી અમલમાં રહેશે સિવાય કે તે નિર્ધારિત સમયગાળા પહેલા પાછો ખેંચવામાં ન આવે.