ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રશાસિત પ્રદેશ દિવ દમણ અને ગોવાના 62માં મુક્તિ દિવસ નિમિત્તે દિવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં દિવ જિલ્લા પ્રમુખ બીપીનભાઈ શાહ, દિવ જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન બામણીયા, દિવ મ્યુનિસિપાલટી પ્રમુખ હેમલતાબેન, ઉપપ્રમુખ હરેશપાચા કાપડિયા, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ તેમજ હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
દીવ ભાજપ કાર્યાલય 62માં મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી
