વર્ષ 2024-25માં 9558 કરોડનો ધિરાણ લક્ષ્યાંક નિર્ધારીત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
- Advertisement -
જૂનાગઢ કલેકટર કચેરી ખાતે જિલ્લાનો એન્યુઅલ ક્રેડીટ પ્લાન રીઝર્વ બેંકનાં જિલ્લાનાં અધિકારી શશી દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વર્ષ 2023-24ના વર્ષમાં 7858 કરોડનું લક્ષ્યાંક રાખવામાં આવેલ જે ત્રીજા ક્વાર્ટરમાં જ જૂનાગઢ જિલ્લાની વિવિધ બેંકો દ્વારા 94 ટકા સિધ્ધી હાંસલ કરી લેવામાં આવતા આગામી નાણાકીય વર્ષ 2024-25 દરમ્યાન લીડ બેંક દ્વારા 9558 કરોડનાં ધિરાણનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવેલ છે. આ ધિરાણ રાશી ગત નાણાકીય વર્ષની સરખામણીએ 18 ટકા વધારેલ છે. વાર્ષિક ક્રેડીટ પ્લાનમાં ખેતિવાડી ક્ષેત્રે 7754 કરોડ અને ઐાદ્યોગિક ક્ષેત્રે 1336 કરોડનું લક્ષ્યાંક નિર્ધારીત કરેલ હોવાની વાત લીડ બેંક મેનેજર ગણપત રાઠવાએ કરી હતી.
એન્યુઅલ ક્રેડીટ પ્લાન ખુલ્લો મુકવાનાં પ્રસંગે ડિસ્ટ્રીક્ટ ક્ધસલ્ટીવ કમીટી અને ડિસ્ટ્રીક્ટ લેવલ રીવ્યુ કમિટીની બેઠકમાં નાબાર્ડનાં જિલ્લા મેજર કીરણ રાઉત, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાં મેનેજર વાઘેલા, સૈારષ્ટ્ર ગ્રામિણ બેંકનાં ડીજીએમ મોરી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની ગ્રામિણ રોજગાર તાલીમ સંસ્થાનાં મેનેજર પ્રશાંત ગોહેલ, ખેતિવાડી અધિકારી ગોંડલીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહિલા અને બાળ વિભાગની કચેરી, સમાજ કલ્યાણ સહિત વિવિધ વિભાગ અને જિલ્લામાં કાર્યરત વિવિધ બેંકોનાં અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.