ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના આંગણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધાર્યા હતા જેનું સ્વાગત જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરે કર્યું હતું. ભુપતભાઈ બોદરની એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે નયા ભારતના સ્વપ્ન દ્રષ્ટા, વિશ્વ વિભૂતિ, જગતના સૌથી પ્રભાવશાળી નેતા એવા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા રાજકોટમાં રોડ શો, જાહેર સભા અને કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી રાજકોટ શહેર તેમજ જિલ્લાને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની દિવાળીની ભેટ અર્પણ કરી હતી એરપોર્ટથી રેસકોર્સ સુધીના રોડ શો માં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતુંઆ તકે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરને એરપોર્ટ ખાતે વડાપ્રધાનને આવકારવાનો તથા સભા સ્થળે તેને સાલ ઑઢાડી, મોમેન્ટો આપી તેમજ ભાગવત ગીતાજી અર્પણ કરી સન્માન કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. જનસમુદાયના સ્નેહથી અભિભૂત થઈ નરેન્દ્ર ભાઈ મોદીએ રાજકોટની પ્રજાને શત શત નમન કર્યા હતા. આ તકે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તેમજ મંચસ્થ મહાનુભાવો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી,પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા,રાજ્ય સરકારના મંત્રીઓ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી સહિતના દ્વારા નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.