ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઇ કાનાણી દ્વારા મગફળી ટેકાના ભાવે ખરીદવાના જથ્થામાં વધારો કરી 200 મણ મર્યાદા કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવેલ કે, આ વર્ષે મગફળીનું મબલખ ઉત્પાદન થયેલ છે. ગત વર્ષની માફક આ વર્ષે પણ ગુજરાત સરકાર દ્વારા ખેડૂત ખાતેદાર પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવશે. આ વર્ષે ખાતેદાર દીઠ 70 મણ જેટલી મગફળીની ખરીદી કરાશે જે ઉત્પાદન પ્રમાણે ખુબ ઓછી ખરીદી ગણાય અને 70 મણની સામે ખેડૂત ખાતેદાર પાસેથી 200 મણ જેટલી ખરીદી કરવા અમરેલી જીલ્લાના ખેડૂતો વતી મારી માંગણી છે. અને મગફળીનું ઉત્પાદન વધુ હોવાના કારણે ખેડૂતોના મહામુલા પાક મગફળીના જાહેર માર્કેટમાં વેચાણના યોગ્ય ભાવ મળશે નહિ માટે દરેક ખેડૂત ખાતેદાર પાસેથી 200 મણ મગફળી ખરીદ કરવામાં આવે તો ખેડૂતોને પોતાની મહેનતનું યોગ્ય વળતર મળી રેહશે. જેથી આ બાબતે સત્વરે નિર્ણય લઈને ખેડૂતોના હિતમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાના જથ્થાને 200 મણ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે..
- Advertisement -