ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
રાજુભાઇ રામભાઇ બોરખતરીયા, મટીયાણા દુધ ઉત્પાદક સહકારી મંડળી લી, માંથી માણાવદર વિભાગમાંથી જુનાગઢ જીલ્લા દુધ ઉત્પાદક સંઘ સાવજ ડેરીમાં ડાયરેકટર તરીકે ચુંટાયેલ છું તેમજ હાલમાં પણ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું. હું તમામે તમામ બોર્ડ મોટીંગમાં હાજરી આપેલ તેમજ પ્રશ્ર્નોતરી દરમ્યાન સાવજ ડેરીમાં ફાયદારુપ થાય તેવા ઘણા પ્રશ્ર્નોતરી બાબતે જેવા કે, સીવીલ વર્ક, ફર્નીચરવર્ક, બી.એમ.સી.ના કેન્દ્રો તેમજ કર્મચારીની ભરતી બાબતે પ્રશ્ર્નો પુછેલા હતા આ બધામાં ભ્રષ્ટાચાર અને ગેરરીતી થયેલ હોય તે હાલના ચેરમેન દીનેશભાઇ ખટારીયાને ગમ્યા ન હોય જેના કારણે તેઓ દ્વારા મને છેલ્લા એક વર્ષ કરતા વધારે સમયથી મને કોઇપણ જાતની મીટીંગના એજન્ડા મોકલવામાં આવતા નથી તેમજ કોઇપણ બાબતની માહીતી આપવામાં આવતી નથી.
- Advertisement -
આ બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ સહકારીતા મંત્રી તેમજ ગૃહમંત્રી અમીતભાઈ શાહના નેતૃત્વમાં ચાલતી આ સંસ્થામાં હાલના ચેરમેન દીનેશ ખટારીયા દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોય અને અમો ડાયરેક્ટરોને કોઇપણ જાતની જાણ કરવામાં આવતી નથી તેમજ અમો પણ તેને કાંઇપણ પુછીએ તો જવાબ આપતા નથી. હું ભારતીય જનતા પાર્ટીમાં 1996 થી 2019 સુધી સંગઠનની કામગીરી બજાવેલ છે તેમજ હાલમાં પણ ભારતીય જનતા પાર્ટીનો સનીષ્ઠ કાર્યકર છું. તો આ બાબતે મને થયેલ અન્યાય બાબતે ન્યાય મળવા આપની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવા મારી નમ્ર અરજ છે.