અરજીના નિરાકરણ સહિત સમસ્યાઓનું સત્વરે સમાધાન લાવવા સૂચન
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.29
પ્રશ્નોના નિકાલ ઉકેલ માટે નાગરિકોએ તેમની ફરિયાદ રજૂ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી જવું ન પડે માટે જિલ્લા કક્ષાએ સ્વાગત ઓનલાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાય છે. આ ઉપક્રમમાં કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે યોજાયો હતો. જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં અરજદારો દ્વારા ગામતળનો રસ્તો ખૂલ્લો કરવા તેમજ નડતર દૂર કરવા, પી.એમ.જે.વાય યોજના, ગૌચરમાં થયેલા દબાણ દૂર કરવા બાબત, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ લાભ ન મળવા અંગે, પેશકદમી દૂર કરવા બાબત, જોખમી પ્રસુતિ દરમિયાન સહાય અંગે, વીજલાઈનના કામ પછીની ક્ષતિ અંગે, ખેતરમાં આવવા-જવાના રસ્તા અંગે, વીજ કનેક્શન આપવા તેમજ સી.સી.રોડના ચૂકવણા બાબત, જાહેર રસ્તા પર દબાણ કરનાર અંગે તેમજ વરસાદી પાણીના નિકાલ સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં.



