જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સમગ્ર કાર્યક્રમ આયોજન અંગેની બેઠક યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
દેશના બે પર્વ 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ તમામ નાગરિકોના સહિયારા પર્વ તરીકે ઉજવાય છે. ત્યારે હાલ 26 જાન્યુઆરીના પર્વ નજીક આવી રહ્યો છે તેવામાં સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી આ વર્ષે મુળી ખાતે થવાનો નિર્ણય લેવાયો છે જેમાં જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે 26 જાન્યુઆરી, ’પ્રજાસત્તાક પર્વ’ જિલ્લાકક્ષાની ઉજવણી સંદર્ભે એક બેઠક યોજાઈ હતી.
- Advertisement -
આ બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા વિવિધ સરકારી ઈમારત પર રોશની કરવા, કાર્યક્રમ સ્થળે સાફ-સફાઈ, ફાયર, આરોગ્ય, પીવાનું પાણી, ટ્રાફિક વ્યવસ્થા, ટેબ્લો નિદર્શન સહિતના આયોજન અંગે માહિતી મેળવી જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા. મુળી ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં દેશભક્તિની થીમ સાથે વિવિધતામાં એકતાની ઝલક જોવા મળે તે રીતે વિશેષ સાંસ્કૃત્તિક કૃત્તિ પણ રજૂ થશે.
આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા પરેડ અને વિવિધ કચેરીઓ દ્વારા ટેબ્લો નિદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર ઓઝાએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે જરુરી સૂચન કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગિરીશ પંડ્યા, સર્વે પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારી અને કર્મચારીઓ હજાર રહ્યા હતા.