ગરીબ કલ્યાણ મેળામાં 1463 લાભાર્થીઓ રૂ.2 કરોડ 56 લાખથી વધુનાં લાભોનું વિતરણ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી વ્યકિતલક્ષી સહાયના લાભો લાભાર્થીઓને એક જ સ્થળે પુરા પાડવા અને જરૂરિયાતમંદોને પારદર્શી રીતે લાભો પહોંચે તે માટે રાજ્યભરની સાથે પોરબંદર જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઇ પરમાર, રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરિય,ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોરબંદર માર્કેટીંગ યાર્ડ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં સરકારની વિવિધ યોજનાઓ 1463 લાભાર્થીઓને રૂ.2 કરોડ 56 લાખથી વધુનાં લાભોનું હાથો હાથ વિતરણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારે જણાવ્યું હતું. કે, ગરીબ કલ્યાણ મેળાનાં માધ્યમથી પારદર્શીક રીતે જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભો આપવામાં આવી રહ્યાં છે. વડાપ્રધાનનાં વિકસિત ભારતનું સપનું સાકાર થાય તે માટે રાજ્ય સરકાર ગરીબ કલ્યાણ મેળાઓ યોજીને જરૂરિયાતમંદ લોકોને યોજનાકીય લાભો આપીને પગભર કરવા માટે કટિબદ્ધ છે.
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. વડાપ્રધાનએ ગરીબો- જરૂરિયાતમંદોને પારદર્શક લાભો મળે તે માટે 55 કરોડ જનધન ખાતા ખોલાવીને સહાય પારદર્શક રીતે ડાયરેક્ટ તેના ખાતામાં મળી જાય તે માટેની પારદર્શક વ્યવસ્થાઓ કરી છે તેમજ રાજ્ય સરકારે 1600 જેટલા મેળાઓનાં માધ્યમથી છેવાડાના લોકોને સરકારની વિવિધ યોજનાઓની લાભો આપીને તેને આર્થિક રીતે સધ્ધર બને એ દિશામાં કાર્ય કર્યું છે.
- Advertisement -
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાએ પર્યાવરણ બચાવવાની વાત કરતાં જણાવ્યું હતું કે જો પૃથ્વી પર વૃક્ષો જ નહીં હોય તો જીવવું અશક્ય છે.પર્યાવરણ જાળવણી કરવા અનુરોધ કર્યો હતો. દેશને વિકસીત બનાવવાં દરેક હાથમાં સ્કીલ હોવી જરૂરી છે. ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી સરકાર વિવિધ યોજના સહાય કરીને છેવાડાનાં લોકો આર્થિક રીતે સધ્ધર અને દરેકનાં હાથમાં કામ મળે તે દિશમાં કાર્ય કરી રહી છે. આ કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, જિલ્લા કલેક્ટર એસ.ડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી કે . બી.ઠક્કર,તાલુકા પંચાયતના પ્રમુખ લીરીબેન ખૂટી, નગરપાલિકા પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, જિલ્લા પોલીસ વડા બી. યુ. જાડેજા, પોરબંદર પ્રાંત અધિકારી એસ.એ.જાદવ, કુતિયાણા પ્રાંત અધિકારી પારસ વાંદા,સહિતનાં અધિકારીઓ- પદાધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.