ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
જૂનાગઢ જીલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા જીલ્લા સ્વાસ્થ્ય પરિષદ બેઠકનું આયોજન કલેકટર કચેરી ખાતે કરવામાં આવ્યુ હતું.આ સ્વાસ્થ્ય પરિષદનો મુખ્ય ધ્યેય આરોગ્ય વિષયક મુદાઓ માટે સ્થાનિક પરિબળને બહુઆયામી દ્રષ્ટીકોણથી સમજી પરિચર્ચા કરી તેના નિરાકરણ અર્થે નીતિનું ઘડતર કરવાનો છે આ પરિષદ જીલ્લા ક્લેકટર અનિલકુમાર રાણાવલિયાના અધય્ક્ષ સ્થાને કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમમાં તમામ વિભાગ અનેએનજીઓ દ્વારા ઉત્સાહ અને સકારાત્મક રીતે ભાગ લેવામાં આવેલ અને આરોગ્ય વિષયક મુદાઓ પર માર્ગદર્શન, ઉપાય અને ભવિષ્યના આયોજનની ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને માતા મરણ અને બાળ લગ્નનાં અટકાયતી પગલા, સંચારી રોગના સઘન અટકાયતી પગલા, બિનસંચારી રોગો અંગે જાગૃતતા અને તેના નિદાન સગર્ભા અને કિશોરીઓ માં એનેમીયા નું પ્રમાણ ઘટાડવા અંગે તમામના માર્ગદર્શન અને સુચનાંનું સકારાત્મક આદાન પ્રદાન કરવામાં આવ્યુ હતું.
જૂનાગઢ ક્લેકટર અનિલકુમાર રાણાવલિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાસ્થ્ય પરિષદનું આયોજન
