રોડ રસ્તા, સિંચાઈ, પીવાના પાણી અને ડ્રેનેજ વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવા અધિકારીઓને ટકોર
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લા કલેક્ટર જી. ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કોન્ફરન્સ હોલ ખાતે જીલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સુચારૂ શિક્ષણ માટે શાળાઓ બનાવડાવી, જનહિતના વિકાસ કામો કરવા, ડ્રેનેજ વ્યવસ્થા સુચારૂ બનાવવા, રોડ રસ્તા, ખેતર વિસ્તારમાં પાણી આપવા, છેવાડાના ગામડા સુધી પાણી પહોંચાડવું, ડેમ ભરવા, રમત-ગમત માટે મેદાનની ફાળવણી તેમજ મંજુર થયેલ આંગણવાડી શરૂ કરવા સહિતના અનેક મુદ્દાઓ પર ભાર મૂકીને વિશેષ કામગીરી કરવા બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જી. ટી. પંડ્યા સહિત જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જીલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, કચેરીઓના વડા અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.