જનસુખાકારીના કાર્યો સમયસર કરવા માર્ગદર્શન પૂરું પાડતા DDO
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.19
- Advertisement -
જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈણાજ ખાતે કલેક્ટર કચેરીના સભાખંડમાં સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના કાર્યાલયના સંદર્ભવાળી અરજીઓ પરત્વે સંલગ્ન કચેરીએ સમયમર્યાદામાં કાર્યવાહી કરવા, સરકારની ગાઈડલાઈન મુજબ વિકાસના કામો સમયસર પૂર્ણ કરવા, 15માં નાણાંપંચના તાલુકાના કામોની જોગવાઇ અંતર્ગત નાણાંની ફાળવણી અને કામગીરીની વિગતો/ આયોજનની જોગવાઈઓ અંગેની ચર્ચા કરી પ્રજાના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવી જન સુખાકારીના કામો કરવા શીર્ષ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.
જનપ્રતિનિધિઓના સૂત્રાપાડા, માઢવાડ, જેટીના કામો અંગે, રાયડી ગામે પવનચક્કી અંગે, સૂત્રાપાડા તાલુકાના ધામળેજ બંદર પર આવેલ દિશાસૂચક દિવાદાંડી અંગે મનોમંથન કરી નિયત સમયમર્યાદામાં તમામ કામો પૂરાં થાય એ રીતે આયોજન કરવાજણાવાયુંહતું.