ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ શહેરના પટની સમાજ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું હાલ શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે સેવાભાવ સાથે ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જરૂરત મંદ લોકોને ઠંડીથી રક્ષણ મળે તેવા પવિત્ર હેતુ સાથે પટની સમાજનાનાં યુવાનો દ્વારા રાત્રિના રસ્તા પર જઈને આવા લોકોને શોધ કરીને તેમને ઠંડીથી રક્ષણ મળે તે માટે ગરમ ધાબડાનું વિતરણ કરવામાં આવેલ હતું આતકે પટણી સમાજના પટેલ અફઝલ પંજા દ્વારા એક અખબારી યાદીમાં જણાવેલ છે કે રાત્રિના સમયે જો કોઈને એવા લોકો દેખાય કે જેમને ઠંડી થી રક્ષણ મેળવવા માટે ગરમ ધાબળાની જરૂર હોય તો 9228633666 અને 7698746895 આ આપેલ નંબર ઉપર સંપર્ક કરે આ મદદગાર મિત્રો તે વ્યક્તિ સુધી પહોંચી જશે.