પોલીસ ઇન્સ્પેકટર આઇ.એન.સાવલિયા દ્વારા ગુડ ટચ બેડ ટચ વિશે માહિતગાર કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
પો.કમી.રાજુ ભાર્ગવ તથા મહે.અધિક પો.કમી.વિધિ ચૌધરી તથા નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફીક પૂજા યાદવ તથા મદદનીશ પોલીસ કમિશ્નર મહિલા સેલ આર.એસ.બારીઆ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર આઇ.એન.સાવલિયા તથા ASI સ્મિતાબેન નીંબાર્ક તથા મહિલા વિભાગ શી ટીમના WPC જાગૃતિબેન શીવાભાઈ તથા WPC દક્ષાબેન કેશુભાઈ તથાWPC રોજીબાનું બાબુશા નાઓ સાથે આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે શહેર વિસ્તારમાં આવેલ અલગ-અલગ ઝૂંપડપટ્ટી જેવી કે માધાપર ચોકની બાજુમાં આવેલ ઝૂંપડપટ્ટી,નાગેશ્વર ની બાજુમાં આવેલ ઝૂંપડપટ્ટી જામનગર રોડ વાળી ઝૂંપડપટ્ટીવિગેરે ઝૂંપડપટ્ટીની મુલાકાત લઈ બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવેલ હતું.તેમજ મહિલાઓની જાગૃતિ તથા બાળ જાગૃતિ માટે મહિલા સુરક્ષા, શી ટીમ તથા પોકસો હેઠળ થતા ગુન્હા વિશે તેમજ ગુડ ટચ બેડ ટચ વિશે માહિતી આપી.