2023-24ના સભ્યો માટે નાટક, હસાયરો અને ફિલ્મ શો જેવા કાર્યક્રમોની જાહેરાત
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લાં ચાર દાયકા કરતા પણ વધુ સમયથી વિવિધ ક્ષેત્રે સેવાકીય કાર્યો કરીને લાખો લોકો સુધી તેનો લાભ પહોંચાડનાર સરગમ કલબના સભ્યો માટે હાલનું વર્ષ પૂરું થવામાં છે અને વર્ષના છેલ્લા કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે, તો બીજી તરફ નવા વર્ષની મેમ્બરશીપ પણ શરૂ થઇ રહી છે. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, સરગમ પરિવારના સભ્યોને દર વરસે એક એકથી ચડિયાતા કાર્યક્રમોની ભેંટ આપવામાં આવે છે અને તેથી જ હજારો કલારસિક રાજકોટવાસીઓ સરગમ પરિવારના સભ્ય બને છે. તેમણે હાલના સરગમ કલબ, સરગમ લેડીઝ કલબ, સરગમ સીનીયર સિટીઝન કલબ અને સરગમ કપલ કલબ તથા સરગમ ચિલ્ડ્રન કલબના તમામ સભ્યોને નવા વર્ષનું ફોર્મ ભરી દેવા અનુરોધ કર્યો છે. સરગમ પરિવારના સભ્ય થવા માટે 1-03-24થી 31-03-24 સુધી સરગમ કલબની ઓફીસ ડો. યાજ્ઞીક રોડ, જાગનાથ મંદિર ચોકમાં આવેલી છે ત્યાં ફોર્મ ભરીને પહોંચાડવાના રહેશે.
સરગમ કલબ નજીવી ફીમાં વાર્ષિક એક વર્ષની મેમ્બરશીપ આપે છે. ચિલ્ડ્રન કલબના સભ્ય થવા માટે 500 રૂપિયા, લેડીઝ કલબના સભ્ય બનવા માટે 650 રૂપિયા, સીનીયર સિટીઝન કલબના સભ્ય થવા માટે 750 રૂપિયા , કપલ કલબ (બે વ્યક્તિ) માટે 1500 રૂપિયા, જેન્ટ્સ કલબ માટે 750 રૂપિયા અને સીનીયર સિટીઝન પાર્ક ઇવનિંગ પોસ્ટ માટે 200 રૂપિયા ફી ભરવાની રહેશે. આ મુજબની ફી ભરીને સભ્ય થનારા માટે 20 એપ્રિલથી નવા કાર્યક્રમો શરૂ થશે. સરગમ પરિવારના સભ્યો માટે સમગ્ર વર્ષ દરમિયાન મ્યુઝીકલ નાઈટ, નાટક, હસાયરો સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે.
છેલ્લા કાર્યક્રમો સરગમ લેડીઝ કલબનાં સભ્યો માટે આ નાટક તા. 9-03 ને શનિવારે બપોરે 3-30 થી 6-15 દરમિયાન, સીનીયર સિટીઝન કલબના સભ્યો માટે આ નાટક તા. 10-03 ને રવિવારે સાંજે 6-00થી 9-00 દરમિયાન, કપલ કલબના સભ્યો (સભ્ય સંખ્યા નંબર 1 થી 1000) માટે આ નાટક તા. 7-03 ને ગુરુવારે રાત્રે 9-45 વાગ્યે, સભ્ય નંબર 1001થી 2000 માટે તા. 8-03 ને શુક્રવારે રાત્રે 9-45 વાગ્યે, સભ્ય નંબર 2001થી 3000 માટે તા. 9-03 ને શનિવારે રાત્રે 9-45 વાગ્યે અને સભ્ય નંબર 3001થી 3600 માટે તા. 10-03 ને રવિવારે રાત્રે 9-45 વાગ્યાથી યોજાશે. સરગમ જેન્ટ્સ કલબના સભ્યો માટે આ નાટક તા. 10-03 ને રવિવારે રાત્રે 9-45થી 12-30 દરમિયાન યોજાશે અને આમંત્રિતો તથા ડોનર માટે રાત્રે 9-45 કલાકે યોજાશે. ચિલ્ડ્રન કલબના સભ્યો માટે તા. 10-03 ને રવિવારે સવારે 9-00થી 11-30 દરમિયાન હેમુ ગઢવી હોલમાં ફિલ્મ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
સરગમ કલબ સંચાલિત સીનીયર સિટીઝન પાર્ક ઇવનિંગ પોસ્ટનાં સભ્યો માટે તા. 4-03-24 ને સોમવારે હેમુ ગઢવી હોલ ખાતે હસાયરો યોજવામાં આવ્યો છે. કાર્યક્રમનો સમય સાંજે 6-30થી 9-00 નો રહેશે. આ હસાયરામાં ધીરુભાઈ સરવૈયા અને ગુલાબદાન બારોટ હાસ્ય રસ પીરસશે. આ વર્ષનો છેલ્લો પ્રોગ્રામ રહેશે. જે મેમ્બરોએ ઇવનિંગ પોસ્ટનાં નવા વર્ષના સભ્ય થવા માટે ઈચ્છુક વડીલો ફોર્મ ભરીને ઇવનિંગ પોસ્ટની ઓફીસ કસ્તુરબા ગાંધી રોડ, રાજકોટ જિલ્લા બેંક પાસે, ચૌધરી હાઇસ્કુલ નજીક ભરીને આપવાના રહેશે ફોમ ભરવાનો સમય સવારે 9-00થી 12-00 અને સાંજે 4-00થી 7-00 સુધીનો રહેશે.
આ પત્રકાર પરિષદમાં ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, સ્મિતભાઈ પટેલ, યોગેશભાઈ પુજારા, ખોડીદાસભાઈ પટેલ, નાથાભાઈ કાલરીયા, લલિતભાઈ રામજીયાણી, રાકેશભાઈ પોપટ, જગદીશભાઈ ડોબરિયા, જીતુભાઈ ચંદારાણા, નરેન્દ્રભાઈ રામાણી, મીતેનભાઈ મહેતા, જયેશભાઈ વસા, વિનોદભાઈ પંજાબી, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, રાજભા ગોહેલ, હરેશભાઈ વોરા, રમેશભાઈ અકબરી, મનસુખભાઈ મકવાણા, અનવરભાઈ ઠેબા, મનસુખભાઈ ધંધુકિયા, જયસુખભાઈ ડાભી, કનૈયાલાલ ગજેરા, સુરેશભાઈ દેત્રોજા, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા, અલ્કાબેન કામદાર, ગીતાબેન હીરાણી, સુધાબેન ભાયા, જસુમતીબેન વસાણી, દેવાંશીબેન શેઠ વગેરે પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -



