ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ, તા.20
ગીર સોમનાથ ભગવાન સ્વામિનારાયણ સ્થાપિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા હરિકૃષ્ણ મહારાજ વડતાલધામ શ્રી દ્રિસાબ્દી મહોત્સવ તથા શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના 75માં પ્રાગટ્ય “અમૃત મહોત્સવ” અંતર્ગત લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા સ્વામિનારાયણ મંદિર સટ્ટા બજાર વેરાવળ ખાતે પક્ષીઓ માટે 1008 જેટલાં પાણીના કુંડા નિ-શુલ્ક વિતરણ કરી ભક્તજનો શહેરીજનોએ પોતાના ઘરે પાણીના કુંડા રાખી આ બળ બળતા ઉનાળામાં પક્ષીઓને તરસ થી તૃપ્તિ કરાવવા સંકલ્પ કરાવિયો હતો
- Advertisement -
અત્રે ઉલખનીય છે કે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભક્તિ સાથે આરોગ્ય, શિક્ષણ, વ્યસન મુક્તિ, રક્તદાન કેમ્પ, યોજી ભક્તજનોમાં જાગૃતતા લાવવા અનેક પ્રયાસો થતા હોય છે ભક્તિ સાથે દરેક જીવ પ્રતિ સંવેદના રાખવી તે માનવ જીવનની પ્રથમ ફરજ છે જેના ભાગરૂપે વેરાવળ શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના યુવાનોએ સમગ્ર વિતરણ વ્યવસ્થા શ્રી સ્વામિનારાયણ મંદિર સટ્ટા બજાર ખાતે 1008 કુંડા વિતરણ કરવામાં આવ્યાં હતા.