ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પ્રવૃત્તિ પ્રેરક માનવ કલ્યાણ ટ્રસ્ટ (બેંક ઓફ ઇન્ડિયા રિટાયર્ડ એમ્પ્લોઇઝ એસોસીએશન -રાજકોટની સેવાકીય પાંખ) તથા રોઝરી સ્કૂલ પરિવારના સંયુક્ત ઉપક્રમે 200 ઉપરાંત જરૂરતમંદ પરિવારોને અનાજ તથા અન્ય ઉપયોગી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
રોઝરી સ્કૂલ પરિવારની પ્રણાલી અનુસાર શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. વિશાલભાઈ વારિયાના માર્ગદર્શન હેઠળ શાળા પરિવારના વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકદ્રય જલ્પાબેન તથા બ્રિન્દાબેનની દોરવણી હેઠળ પ્રશંસનીય સેવાઓ આપી હતી, જેને લઈને વિતરણનું કાર્ય સરળ બની રહ્યું હતું. શાળા પરિવારના રઘુભાઈ પંચાસરાએ પણ રુચિપૂર્વક સેવાઓ આપી હતી. અનાજ વિતરણના કાર્યક્રમ દરમિયાન હાલમાં જ અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત સર્વે પ્રવાસીઓ તથા વિમાની કર્મચારી પરિવાર તેમજ બી જે મેડિકલ કોલેજના છાત્રો અને રેસિડેન્ટ ડોક્ટર્સ સહિતનાં સર્વે દિવંગતોને શોકાંજલિ આપવામાં આવી હતી.