- બજાર કરતાં 15 ટકા નીચા ભાવે ગરીબ વર્ગના લોકોને મળશે ફરસાણ અને લાઈવ ગાંઠીયા
સાતમ-આઠમના તહેવારોને અનુલક્ષીને શહેરના મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને રક્ષાબંધનથી જન્માષ્ટમીના તહેવારો આનંદ-ઉલ્લાસ સાથે માણી શકે તે માટે વિવિધ ફરસાણ અને લાઈવ ગાંઠીયાનું વાજબી ભાવે વિતરણ થઈ શકે તે માટે વહિવટી તંત્રની ફરસાણના વેપારીઓ સાથે બેઠક રાખવામાં આવી હતી, જેમાં બજાર કરતાં નીચા ભાવે ગાંઠીયા અને વિવિધ ફરસાણનું વિતરણ થશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
રક્ષાબંધનથી જન્માષ્ટમી તા. 10થી 21 સુધી શહેરના મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને તહેવાર સારી રીતે ઉજવી શકે તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ પરિવારોને બજાર કરતાં 15 ટકા નીચા ભાવેથી તમામ ફરસાણ અને લાઈવ ગાંઠીયા મળશે.
- Advertisement -
ફરસાણના ભાવ
ક્રમ સીંગતેલ કપાસિયા તેલ પામોલીન તેલ
1 લાઈવ ગાંઠીયા રૂા. 440/- રૂા. 400/- રૂા. 360/-
2 ફરસાણ રૂા. 360/- રૂા. 320/- રૂા. 260/-
હાલનો ભાવ તહેવાર નિમિત્તેનો ભાવ
- Advertisement -
સીંગતેલ કપાસિયા તેલ પામોલીન તેલ
1 લાઈવ ગાંઠીયા રૂા. 380/- રૂા. 340/- રૂા. 300/-
2 ફરસાણ રૂા. 300/- રૂા. 270/- રૂા. 220/-