ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ, સુત્રાપાડા, ઉના, કોડીનાર ખાતે ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા જવાનોને વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે ગીર સોમનાથ જિલ્લાના એસ.પી. મનોહરસિંહ જાડેજા, સીટી પી.આઈ. ઇસરાની, ટ્રાફિક બ્રિગેડ ટ્રસ્ટના પ્રમુખ બીપીનભાઈ સંઘવી, ઉપપ્રમુખ જે.બી.મહેતા, સેવારામભાઈ મુલચંદાની, જયપ્રકાશ ભાવસર, દિપકભાઇ ટીલાવત સહીતના હસ્તે ડ્રેસની વિતરણ કરવામાં આવેલ હતું. આ સાથે જિલ્લા ટ્રાફિક તેમજ ટ્રાફિક બ્રિગેડ એજ્યુ. ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ડારી ટોલ પ્લાઝા પાસે રેડિયમ રેફલેક્ટર તેમજ ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ તેમાં વાહન ચાલકોને રેડિયમ રિફ્લેટર શા માટે લગાવવા તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.
વેરાવળ શહેરમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોને એસ.પી.જાડેજાના હસ્તે ડ્રેસનું વિતરણ
