સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સોમનાથ મહાદેવને કેરીનો મનોરથ કરવામાં આવે છે. જે મનોરથની કેરીઓ પ્રસાદ સ્વરૂપે બાળકોને પોષણક્ષમ આહાર તરીકે પ્રસાદમાં આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ સોમનાથ મહાદેવના મનોરથમાં ઉપયોગમાં લેવાયેલ 2500 કિલો કેસર કેરી વેરાવળ તાલુકાની તમામ આંગણવાડીઓમાં પહોંચાડવામાં આવી હતી. જ્યારે આંગણવાડીઓમાં નાના ભૂલકાઓ ઉત્સાહ સાથે મીઠી મધુરી કેસર કેરીની ચીર પોતાના મુખમાં મૂકી પર હાસ્ય સાથે કેરીનો આસ્વાદ માણી રહ્યા હતા ત્યારે જાણે બાળકોમાં વસનારા ઈશ્વર માનવતાને પોતાના સહસ્ત્ર હસ્તે આશીર્વાદ આપી રહ્યા હોય તેવી તૃપ્તાની લાગણી દ્રશ્યમાન થઈ હતી.
સોમનાથ ટ્રસ્ટ તરફથી 2500 કિલો કેરીઓનું આંગણવાડીઓના 9700 જેટલા બાળકોને વિતરણ
Follow US
Find US on Social Medias