રાઘવજીએ વાહિયાત દાવો કર્યો કે ચોવટિયાએ CCC+ પરીક્ષા પાસ કરી છે, વાસ્તવમાં તેઓ નાપાસ થયાં છે!
ખાસ-ખબર સંવાદદાતા
આજથી થોડા મહિનાઓ અગાઉ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર માટેની ભરતી બહાર પડી ત્યારે એક જાગૃત અરજદાર વિરલભાઈ જોટવાની વાંધા અરજી તેમજ પુરાવાની સમગ્ર ફાઈલ બાબતે કૃષિ સચિવ દ્વારા સ્પષ્ટ નોંધ મૂકવામાં આવેલી હતી કે આ નિમણૂંક કરતા પહેલા વિરલભાઈ જોટવાની ફરિયાદ ધ્યાનાર્થે લેવી. તેમ છતાં તત્કાલીન કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પદે વિઠ્ઠલ ચોવટિયાની નિમણૂંક કરવામાં આવી હતી જે બાબતે પણ અરજદારે ગંભીર આક્ષેપો સાથે આ ગેરકાયદેસર નિમણૂંક રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજી સંદર્ભે હાઈકોર્ટે જવાબદારો યુનિવર્સિટીમાં નિમણૂંક કરવા માટે હાઈકોર્ટમાં હાલના વીસી વિઠ્ઠલ ચોવટિયા, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, કૃષિ વિભાગ અને અન્ય જવાબદારો વિરુદ્ધ નોટિસ કાઢી છે.
- Advertisement -
રાઘવજી પટેલે ખોટો દાવો કર્યો કે, ચોવટિયાને લોકાયુક્તે અને હાઈકોર્ટે ક્લીનચીટ આપી છે!
આ દરમિયાન ખાસ-ખબરને મળેલી ચોંકાવનારી વિગત મુજબ કૃષિમંત્રી રાઘવજી પટેલે આજથી થોડા મહિનાઓ પહેલા એક ભલામણ પત્ર લખીને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને વિઠ્ઠલ ચોવટિયાની વાઇસ ચાન્સેલર તરીકે નિમણૂંક કરવા જણાવ્યું હતું એટલું જ નહીં, અરજદાર વિરલભાઈ જોટવા ક્યારેય લોકાયુક્તમાં ન ગયા હોવા છતાં તેઓ ગુજરાત લોકાયુક્ત ગયા હોવાનું અને તેમની અરજીનો નિકાલ થઈ ગયા હોવાનું પણ કૃષિમંત્રી રાઘવજી પટેલે તેના પત્રમાં જણાવ્યું છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે સત્તાનો દુરુપયોગ કરીને વિઠ્ઠલ ચોવટિયા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે ગેરલાયક હોવા છતાં, કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે નિમણૂંક કરવાની ભલામણ કરી છે ઉપરાંત જવાબદાર તંત્ર અને અધિકારીઓને પણ તેમને ગુજરાત લોકાયુક્તમાં વિરલ જોટવાની અરજીનો નિકાલ થયો હોવાની ખોટી માહિતી આપી છે. વિરલ જોટવા ક્યારેય લોકાયુક્ત ગયા જ નથી.
ગુજરાત હાઈકોર્ટમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પદે વિઠ્ઠલ ચોવટિયા ગેરલાયક હોય તેમની ગેરલાયક નિમણૂંક અંગેની અરજી પર કાર્યવાહી ચાલુ છે ત્યારે એકને એક કેસ બાબતે હાઈકોર્ટ ક્યાં પ્રકારે બે-બે વાર અલગ અભિપ્રાય આપી શકે એ પ્રશ્ર્ન પર કૃષિમંત્રી રાઘવજી પટેલના પત્ર પરથી ઉઠી રહ્યા છે. તદુપરાંત હાઈકોર્ટે જે અરજીનો નિકાલ કરી દીધો છે તે અરજી પર કઈ રીતે નોટિસ પાઠવી શકે? આમ, કૃષિમંત્રી રાઘવજી પટેલે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પદે વિઠ્ઠલ ચોવટિયાની નિમણૂંકના ભલામણ કરતા પત્રમાં તદ્દન ખોટી માહિતી આપી છે તેમજ જવાબદાર સત્તાતંત્રને ગેરમાર્ગે દોર્યું છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને વિઠ્ઠલ ચોવટિયાને વાઇસ ચાન્સેલર તરીકેની નિમણૂક કરવા માટે લખેલો પત્ર તદ્દન ખોટો, ગેરમાર્ગે દોરનારો અને પાયા તથા પુરાવા વિહોણો છે. આવો પત્ર લખવા બદલ મંત્રી રાઘવજી પટેલ સામે કડક પગલાં લેવાવા જોઈએ તેવી યુનિવર્સિટી સ્ટાફની પણ લાગણી છે.
- Advertisement -
રાઘવજી પટેલે ગેરરીતિ આચરી વિઠ્ઠલ ચોવટિયાને VC બનાવ્યા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિઠ્ઠલ ચોવટિયા દ્વારા બોગસ રેકોર્ડ ઊભું કરીને તેઓ કોમ્પ્યુટરની સીસીસી પ્લસની પરીક્ષા પાસ ન કરી હોવા છતાં પણ જાણે પાસ છે તેવું રેકોર્ડ ઊભું કરાયું છે. ઉપરાંત ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો હોવા છતાં પણ વિઠ્ઠલ ચોવટિયાની વાઇસ ચાન્સેલર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિઠ્ઠલ ચોવટિયા ઉપરાંત તેમના પુત્ર પણ યોગ્ય શૈક્ષણિક લાયકાત ન હોવા છતાં તેમને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂંક અપાઈ છે. આ દરમિયાન શૈક્ષણિક જગતમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, રાઘવજી પટેલે ગેરરીતિ આચરી વિઠ્ઠલ ચોવટિયાને વી.સી. બનાવ્યા છે. વિઠ્ઠલ ચોવટિયાએ પણ અનેક ગેરરીતિ આચરી પોતાના પુત્રને આસિસ્ટન્ટ પ્રોફેસર બનાવ્યા છે.
વિઠ્ઠલ ચોવટિયાને કૃષિ યુનિવર્સિટીના VC બનાવવા પાછળ કૃષિમંત્રી રાઘવજી પટેલનું અંગત હિત?
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિઠ્ઠલ ચોવટિયાને બનાવવા પાછળ તત્કાલીન કૃષિમંત્રી રાઘવજી પટેલનું અંગત હિત છુપાયેલું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આર્થિક લાભ મેળવવા ઉપરાંત જ્ઞાતિવાદને પ્રોત્સાહન આપવા રાઘવજી પટેલે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને ભલામણ પત્ર લખીને વાઇસ ચાન્સેલર પર પર વિઠ્ઠલ ચોવટિયાની નિમણૂંક કરવા જણાવ્યું હતું. અધૂરામાં પૂરું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિઠ્ઠલ ચોવટિયાને બનાવવા તત્કાલીન કૃષિમંત્રી રાઘવજી પટેલે અસત્ય બોલીને સત્તાનો દુરુપયોગ કર્યો છે.
બાપ નંબરી, બેટા દસ નંબરી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદ પર ગેરલાયક હોવા છતાં વિઠ્ઠલ ચોવટિયાની નિમણૂંક કરવામાં આવી છે. એ જ રીતે વિઠ્ઠલ ચોવટિયાએ પોતાનાં પુત્રની પણ યોગ્ય શૈક્ષણિક લાયકાત ન હોવા છતાં તેને આસિસ્ટન્ટ પ્રોફેસર બનાવી દીધો છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર વિઠ્ઠલ ચોવટિયાના પુત્રને યોગ્ય શૈક્ષણિક લાયકાત ન હોવા છતાં પણ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરી એ લીધા તે બાબતની ગંભીર ફરિયાદ વિરલ જોટવા નામના અરજદારે કરેલી છે અને હાલમાં જૂનાગઢ જીલ્લા કોર્ટમાં પેન્ડિંગ છે.