ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કલેક્ટર રચિત રાજે જમીન માપણીના અરજીઓના નિકાલ માટે વિશેષ લક્ષ્ય સેવ્યું છે. જેના પરિણામે 16 દિવસમાં 120 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો કલેક્ટરે ઉઈંકછના સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી, ઈં-ખઘઉંગઈં પોર્ટલ પર આવેલ અરજીઓની સમીક્ષા કરી હતી. જેમાં તેમણે પડતર અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ કરવા માટે સૂચના આપી હતી. ઉપરાંત જમીન માપણીના કામનું યોગ્ય રીતે આયોજન કરીને અને ચોક્કસાઇ પૂર્વક માપણી થાય જેથી પુન: માપણીના સમયે પણ પ્રશ્નો ઉપસ્થિત ન થાય. આમ, આયોજન અને તૈયારીઓ સાથે સમયસર અરજીઓના નિકાલ માટે પુરજોશમાં કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં જૂનાગઢ જિલ્લાની 120 અરજીઓનો તા.21/12/2022થી તા.5/01/2023 સુધીમાં નિકાલ કરવામાં આવ્યો છે.