ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાની વિધાનસભાની ચૂંટણીને લઇ જિલ્લામાં વિધાનસભા દીઠ એક ઇવીએમ તથા રિસીવિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ કેશોદ, માંગરોળ, વિસાવદર અને માણાવદર પાંચ વિધાનસભાની બેઠકોમાં ચૂંટણી તંત્ર દ્વારા વિધાનસભા દીઠ ઇવીએમ ડિસ્પેચ તથા રીસીવિંગ સેન્ટર તૈયાર કર્યા છે.
જેમાં જૂનાગઢ બેઠકનું બહાઉદ્દીન આર્ટસ કોલેજ ખાતે, કેશોદની આદર્શ નિવાસી શાળા માંગરોળ રોડ માણાવદરનું સરકારી હાઇસ્કૂલ ખાતે, વિસાવદર બેઠક માટે માંડાવડ શૈક્ષણીક સંકુલ ખાતે અને માંગરોળ બેઠક પરનું ડિસ્પેચીંગ અને રિસીવિંગ સેન્ટર તાલુકા પંચાયત સભાખંડ ખાતે રાખવામાં આવ્યું છે.