રાજકોટ સિવિલ કોર્ટનો 404 પાનાનો ઐતિહાસિક ચુકાદો: હુકમનામાને અલગ દાવો કરી પડકારી શકાય નહી: અદાલતનું તારણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પાળ દરબાર હરિશ્ચદ્રસિંહ જાડેજા દ્વારા રૈયા સર્વે નંબરની કિંમતી જમીન અંગે હુકમનામુ રદ કરવા કાંતિલાલ અંબાલાલ પટેલ (કાંતી કપચી)ના વારસો તથા અન્યો વિરુદ્ધ કરેલ દાવો કોર્ટે રદ કર્યો છે. રાજકોટની કોર્ટે તારણ કાઢયું હતું કે હુકમનામાને અલગ દાવો કરી પડકારી શકાય નહીં કોર્ટે 404 પાનાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.રાજકોટ તાલુકાના ગામ રૈયાના રેવન્યુ સરવે નં.250ની જમીન એકર 198-39 ગુંઠા માંહેથી પાળ દરબાર હરિશ્ચદ્રસિંહ જાડેજાએ અગાઉ ડાયાલાલ જમનાદાસ રૂપારેલને એકર 50 તથા વિનાયકરાય છોટાલાલને એકર 50-00 વેચાણ આપવા સને-1980મારં કરારો કરી સુશ્રી તથા અવેજ પેટે રકમો વસુલ મેળવી તેવી જમીનો તબદીલ કરવા પરવાનગી મેળવવા અરજી કર્યા બાદ તેવી અરજીઓ કલેકટર દ્વારા નામંજુર કરવામાં આવ્યા બાદ હરીશ્ર્ચંદ્રસિંહ જાડેજા, ડાયાલાલ જમનાદાસ તથા વિનાયકરાય છોટાલાલ દ્વારા સુધી તથા અવેજ પેટે મેળવી લીધેલ રકમો પરત મેળવવા દિવાની દાવાઓ કરેલ હતાં.
ઉપરોક્ત દાવાઓ પેન્ડીંગ હોવા દરમ્યાન તેમજ અર્બન લેન્ડ સીલીંગ એકટ-1976 તથા એગ્રીકલ્ચર લેન્ડ સીલીંગ એકટ-1961 અન્વયે ચાલતા પ્રોસીડીંગ્ઝમાં રાજકોટ શહેર સાહેબ મનોહરસિંહજી જાડેજા તથા તત્કાલીન મુખ્યમંત્રી સનતભાઈ મહેતા સાથે હરીશ્ર્ચંદ્રસિંહ જાડેજા મિત્રતા ધરાવતા હોઈને ઉપરોકત મહાનુભાવોની સૂચના અન્વયે કાંતીલાલ અંબાલાલ પટેલ, હરિશ્ચદ્રસિંહ જાડેજાને તન-મન-ધનથી મદદ કરી રહેલ હોયને ઉપરોક્ત મહાનુભાવોની મધ્યસ્થીથી હરીશ્ર્ચંદ્રસિંહ જાડેજાએ તા.02/04/1993ના રોજ જમીન ડેવલપમેન્ટ અંગેનો સાટાખતનો કરી આપેલ હતો અને હરિશ્ચદ્રસિંહ જાડેજાએ તે જ દિવસે કાંતિલાલ અંબાલાલ પટેલની સૂચના અન્વયે ધનંજય વલ્લભભાઈ પટેલ જોગ તમામ પ્રકારની સતાઓ અખત્યાર કરતું કુલમુખત્યારનામું પણ નોટરાઈઝડ કરી આપેલ હતું અને કાંતિલાલ અંબાલાલ પટેલ પાસેથી સુથી તથા અવેજ પેટે રકમો પણ વસુલ મેળવેલ હતી.
હરિશ્ચદ્રસિંહ જાડેજાની ગેરહાજરી થયેથી વારસદારો દ્વારા કાંતિભાઈ પટેલને મુશ્કેલી ઉભી કરશે તેવી દહેશત હરિશ્ર્ચંદ્રસિંહ જાડેજા ધરાવતા હતા. જેવી વર્ષ 2001માં રાજકોટના પ્રિન્સીપલ સીનીયર સીવીલ જજની કોર્ટમાંથી કરારદાહી હુકમનામુ કરાયું હતું. દહેશત સાચી ઠરી હોય તેમ હરિશ્ર્ચંદ્રસિંહ દ્વારા વારસદારોને દબાણ વશ કુલમુખત્યારનામુ રદ કરવા નોટીસ કરાઈ અને કોર્ટમાં તેમના બહેન કૃષ્ણ કુંવરબા દ્વારા વર્ષ 2001માં દાવો દાખલ કરાયો હતો.વર્ષ 2002માં હરિશ્ર્ચંદ્રસિંહ દ્વારા દાવો કરાયેલ કે કાંતિલાલ પટેલ દ્વારા જમીનના તમામ કરારો છેતરપીંડી અને નાદુરસ્ત તબીયત હતી ત્યારે કરાવી લેવાયા હતા. સને 2006માં હરીશ્ર્ચંદ્રસિંહનું અવસાન થતા દાવામાં વારસદારો પક્ષકારો તરીકે જોડાયા હતા. દાવો ચાલતા પ્રતિવાદી કાંતિલાલના વારસોના વકીલોએ કરેલ દલીલો ધ્યાને લઈ રાજકોટના પ્રિન્સીપાલ સિનીયર સિવિલ જજ પીપરાણી દ્વારા દાવો નામંજુર કરાયો છે.આ દાવામાં પ્રતિવાદીઓ તરફે ઉદયન ર. દેવમુરારી, જતીનભાઈ ઠકકર, ધર્મેશભાઈ શેઠ, કેતન શાહ, અભય ભારડ તેમજ હાઈકોર્ટના સીનીયર કાઉન્સેલ મેહુલભાઈ શાહ રોકાયેલ હતા.



