18 માર્ચે ‘બચ્ચન પાંડે’ અને રણબીર કપૂરની ‘શમશેરા’ વચ્ચે ટક્કર
ખાસ-ખબર સંવાદદાતા
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે અક્ષયકુામર પાસે સૌથી વધુ ફિલ્મો છે. તે બેક બેક ફિલ્મોનું શૂટિંગ પુરૃં કરી રહ્યા છે. અક્ષયની સકસેસ સ્ટોરીની સાથે જોડાયેલા એક ન્યુઝ બહાર આવ્યા છે. જે સરપ્રાઇઝિંગ છે. રિપોર્ટ્સ મુજબ અક્ષયે અપકમિંગ ફિલ્મ બચ્ચન પાંડે પાસે 99 કરોડ જેટલી ફી લીધી છે. કૃતિ સેનોન, જેકવેલિન ફર્નાન્ડિઝ અને અરશદ વારસી સાથેની આ ફિલ્મ 18 માર્ચે રિલીઝ થશે. આ જદિવસે રણબીર કપૂરની શમશેરા આવી રહી છે. યશરાજબેનરની ફિલ્મમાં સંજય દત અને વાણી કપૂર પણ લીડ રોલમાં છે.
જેથી 18 માર્ચે રણબીર અને અક્ષય વચ્ચે જોરદાર ટક્કર નિશ્ચિત છે. રિપોટ્સ મુજબ બચ્ચન પાંડેનું શૂટિંગ લગભગ પુંરુ થઇ ગયું છે અને મેકર્સ ફિલ્મના પેચવર્ક પર કામ કરે છે. તમિલ બ્લોકબસ્ટર ફિલ્મ સુરરઇ પોટરૂની હિન્દી રીમેક ઘણાં સમયથી ચર્ચામાં છે. રિપોર્ટ મુજબ તેમા અજગ દેવગણ, રિતિક રોશન, જોન અબ્રાહમ અને અક્ષર કુમાર લીડ રોલ કરવાના છે.પાછલા વર્ષથી અક્ષય કુમારની મેકર્સ સાથે ચર્ચા ચાલતી હતી. તમિલ ફિલ્મને ડિરેકટ કરનારા સુધા કોંગારા પ્રસાદ જ બોલિવુડ રીમેન બનાવવાના છે.
- Advertisement -
અક્ષયકુમાર આ સમયે 11 જેટલી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે અને આ તમામ ફિલ્મો 2022-23માં રિલીઝ માટે તૈયાર થઇ જશે. અક્ષયકુમારે મોસ્ટ અવેઇટેડડ ફિલ્મ બચ્ચ પાંડેમાં ગેંગસ્ટરનો રોલ કર્યો છે. જેની ઇચ્છા એકટર બનવાની છે. આ ઉપરાંત યશરાજ ફિલ્મ્સની બાયોગ્રાફિકલ ડ્રામાં તે પૃથ્વીરાજ ચૌહાણના રોલમાં જોવા મળશે. આ ફિલ્મને ચંદ્રપ્રકાશ દ્વિેવેદી ડિરેકટ કરી રહ્યા છે.
‘પૃથ્વીરાજ’ 10 જૂને સિનેમાઘરોમાં રિલીઝ
ફિલ્મ પૃથ્વીરાજની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 10 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાતની સાથે જ કલાકારોના લુકસ પણ જાહેર કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકા ભજવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફિલ્મનો લુક શેર કરતા અક્ષય કુમારે લખ્યું- મહાન સમ્રાટની પુણ્ય સ્મૃતિ, 10 જૂનથી સિલ્વર સ્ક્રીન પર. ફિલ્મમાં અક્ષય પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકામાં છે, જયારે માનુષી છિલ્લર રાજકુમારી સંયોગિતાની ભૂમિકા ભજવી રહી છે. માનુષીની આ ડેબ્યુ ફિલ્મ છે. ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અક્ષય કુમાર, સંજય દત્ત્મ, માનુષી છિલ્લર અને સોનુ સૂદ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સોનુ સૂદ ફિલ્મમાં મહાકવિ ચંદ બરદાઈની ભૂમિકામાં છે. તેમણે પૃથ્વીરાજ રાસો નામના પ્રખ્યાત હિન્દી ગ્રંથની રચના કરી હતી.પૃથ્વીરાજ પર બની રહેલી આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ એમ ત્રણ ભાષામાં રિલીઝ થશે.