હાલમાં કોઇ શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી નથી : તકેદારીના પગલે ફોરેસ્ટ વિભાગે બંદોબસ્ત ગોઠવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દિપડો દેખાયાની ચર્ચા છે. જેમાં દિપડાની શંકાને પગલે ફોરેસ્ટ વિભાગ હરકતમાં આવ્યું છે. હાલમાં કોઇ શંકાસ્પદ ગતિવિધી જોવા મળી નથી. તકેદારીના પગલે ફોરેસ્ટ વિભાગે બંદોબસ્ત ગોઠવ્યો છે.
દિપડો આવ્યાની વાત વહેતી થતા લોકોમાં ફફડાટ છે. રાજકોટ-સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દિપડો દેખાયાની ચર્ચા છે. દિપડાની શંકાને પગલે ફોરેસ્ટ વિભાગે તપાસ શરૂ કરી છે. હાલમાં કોઇ શંકાસ્પદ ગતિવિધી જોવા મળી નથી. તકેદારીના પગલે ફોરેસ્ટ વિભાગે બંદોબસ્ત ગોઠવ્યો છે. દિપડો આવ્યાની વાત વહેતી થતા લોકોમાં ફફડાટ છે. તાજેતરમનાં રાજકોટની ભાગોળે આવેલા વાગુદડ ગામે દીપડાએ મારણ કર્યું હતું. બગીચા પાસે જ દીપડાએ મારણ કર્યું હતું. વાગુદડ ગામની સીમમાં ખેતર પાસે ભૂંડનું મારણ કર્યું હતુ. ખેત મજૂર જોઈ જતા પરિવાર સાથે જીવ બચાવીને ભાગ્યો હતો. વન વિભાગના અધિકારીઓએ દીપડાની શોધખોળ હાથ ધરી છે. વન વિભાગે પાંજરા મૂકીને દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે. દીપડાના આંટાફેરાની જાણ થતાં આર.એફ.ઓ, ફોરેસ્ટર, ટ્રેકર અને સરપંચ સહિતના લોકો દોડી ગયા હતા અને દીપડાને પકડવા કવાયત હાથ ધરી હતી. રાજકોટના ઉપલેટા તાલુકમાં પણ મોજ નદી આસપાસ દીપડો આવી ચઢ્યો હતો. અનેક વાર ગ્રામજનોએ દીપડાને જોયો હતો. દીપડાના આ સ્થાનના વીડિયો પણ વાયરલ થયા છે. ઘટનાની જાણ થતાં વન વિભાગે ઠેર ઠેર પાંજરા મૂકીને દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી હતી.