રાજકોટ રૅન્જ IG અશોકકુમાર યાદવની ખાસ મુલાકાત…
કોરોનાકાળમાં બોટાદની અંદર ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો
- Advertisement -
કૂકિંગનો મને જબરદસ્ત શોખ છે, લગભગ દરેક પ્રકારની વાનગી બનાવી લઉં છું
પરિવાર વિશે…
મારા દાદા આર્મીમાં હતાં, ગૅઝેટેડ ઑફિસર તરીકે નિવૃત્ત થયાં. પપ્પા પ્રોફેસર હતાં. અમે કુલ ચાર ભાઈઓ. એક ૠજઝ વિભાગમાં, એક ઈંછજ, એક પ્રોફેસર અને હું ઈન્ડિયન પુલીસ સર્વિસમાં. દાદાનાં આર્મી બૅકગ્રાઉન્ડને કારણે પરિવારમાં હંમેશા શિસ્તનું વાતાવરણ રહ્યું છે. સવારે 6 વાગ્યા સુધીમાં જાગી જવાનું અને રાત્રે સમયસર સૂઈ જવાનું. આ શિસ્તને કારણે અમે બધાં ખૂબ સારૂં ઍજ્યુકેશન મેળવી શક્યા, કરિઅર બનાવવામાં સફળ રહ્યાં.
IPS-UPSCની તૈયારી અંગે…
પોલીસ સર્વિસમાં જ આવવું તેવું ક્યારેય નક્કી નહોતું. ઞઙજઈની તૈયારી ખૂબ સારી રીતે કરી હતી. 2003ની બૅચમાં માત્ર 56 ઈંઙજ અધિકારીનું સિલેકશન થયું હતું તેમાંથી હું એક હતો. આજે ઘણાં લોકો મને પૂછતાં હોય છે કે, ઞઙજઈ ક્રેક કરવા શું કરવું જોઈએ. હું તો એમ કહીશ કે, ઉમેદવારે સૌ પ્રથમ એ સમજવું જોઈએ કે, શું ન વાંચવું. હું દરરોજ દસ કલાક વાંચતો, તેનાંથી વધુ વાંચનની જરૂર નથી.
- Advertisement -
રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર અને દેવભૂમિ દ્વારકા રૅન્જનાં IG અશોકકુમાર યાદવ અહીં પોતાનાં બાળપણથી લઈને IPS કરિઅર અંગે મોકળા મને વાત કરે છે…
વાંચન વિશે…
મેં સ્વામી સચિદાનંદના બધા જ પુસ્તકો વાંચી નાખ્યાં છે. આ સિવાય ગુજરાતનો ઈતિહાસ, સૌરાષ્ટ્રના ઈતિહાસના પુસ્તકો પણ મારા પ્રિય પુસ્તકો છે. ઈકોનોમિક્સ મારો ફેવરિટ સબ્જેક્ટ છે અને તે વિષય પરના પુસ્તકો પણ હું વાંચતો રહું છું. મોટાભાગની ફિલ્મો પણ જોતો હોઉં છું.
જીવનની યાદગાર ક્ષણો…
જીવનના યાદગાર ક્ષણની વાત કરૂં તો મારા દાદા સાથે વીતાવેલી ક્ષણો. મારા દાદા આર્મીમાં હતા. દાદા કર્મવાદી માણસ હતા. તેઓ કર્મમાં માનતા હતા. તેઓ પુરુષાર્થવાદી હતા. તેઓ માનતા કે કોઈ મોડું સૂવે નહીં અને કોઈ મોડું ઉઠે નહીં. તેઓ 107 વર્ષ જીવ્યા અને મૃત્યુ થયું ત્યાં સુધી કોઈ બીમારી નહતી. તેઓ અંતિમ દિવસ સુધી પોતાનું કામ આપમેળે કરતા હતા. તેમના કારણે અમારા પરિવારમાં શિસ્ત અને શિક્ષણ આવી ગયેલી. તેઓ આર્મી ક્લચર અનુસરતા. અમારા પરિવારના એ રોલ મોડલ કહી શકાય. તેઓએ અમારા પરિવારને એક બનાવી રાખ્યો.
અધિકારી તરીકે
મહત્ત્વપૂર્ણ કાર્યો…
જીવનના યાદગાર પોસ્ટિંગ અને કિસ્સાઓ સાથે લોકોની શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે. જેમ કે પાલનપુરનો અંબાજી મેળો, નખત્રાણા દયાપુર મેળો, માતાના મઢનો મેળો કચ્છ, ત્યાં જ હાજીપીર ઉર્ષ આ બધા જ ઉત્સવો – તહેવારોમાં લાખો લોકો માટે બંદોબસ્ત ગોઠવવાનો હોય સાથે તેમના સેવાના માટે કેમ્પ પણ કર્યા હોય. શ્રદ્ધાળુઓ માટે સ્વચ્છ અને સુરક્ષિત માહોલ ઉભો થાય તે માટે કાર્ય કર્યું છે. આ સિવાય વાયુ, તાઉતે, બીપરજોય જેવા વાવાઝોડા સમયે પણ લોકોના ઘર-ઘર સુધી જઈને કાર્ય કર્યું છે. કોરોનાકાળમાં બોટાદની અંદર ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. કોઈપણ વ્યક્તિ રાત્રે કોલ કરે દવા કે કંઈ જરૂર છે તો અમે જરૂરી વસ્તુઓ તેમના ઘરે પહોંચાડીએ. મોરબી ઝૂલતાં પૂલની દુર્ઘટના પણ ખૂબ મોટો કેસ. આણંદમાં સૌ પ્રથમ રીક્ષાઓને યુનિક કોડ નંબર આપવાની શરૂઆત કરી. રીક્ષાને એક યુનિક કોડ આપવો જે યુનિક કોડ પરથી લોકોને લાગે કે આ રીક્ષા પોલીસ વેરીફાઈડ થયેલી છે. તે વધુ ભાડું નહીં વસૂલશે અને તેમાં મુસાફરી કરવી પણ સલામત રહેશે. આ પહેલ બાદ રાજ્યભરમાં રીક્ષાઓને યુનિક કોડ આપી ડ્રાઈવરના નામ, નંબર વગેરેનું રજીસ્ટ્રેશન શરૂ થયું. રીક્ષામાં પણ એ લખવામાં આવેલું હોય. આપણે ત્યાં મોટાભાગે સાંસદ કે નેતાઓ ગામડાંઓને દત્તક લેતાં હોય છે.
પોલીસ અધિકારી તરીકે મેં પણ ગામડાંઓ દત્તક લીધેલા છે અને આદિવાસી પરિવારો પણ દત્તક લીધેલા છે: અશોકકુમાર યાદવ
પોલીસ અધિકારી તરીકે મેં પણ ગામડાંઓ દત્તક લીધેલા છે અને આદિવાસી પરિવારો પણ દત્તક લીધેલા છે. નાના બાળકોને કોમ્પ્યુટર, પુસ્તક અને ભણવા જરૂરી વસ્તુઓ મળે અને ગરીબ પરિવારોને રહેવા સારા ઘર અને બે ટંક ભોજન મળે તે માટે ખૂબ કામ કર્યું છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો માટે કામ કરવાનો આત્મસંતોષ કંઈક અલગ જ હોય છે.
મહાપુરુષોનો પ્રભાવ…
મહાન પુરુષોમાં સમ્રાટ અશોક અને સ્વામી વિવેકાનંદજી મારા આઈડિયલ છે. આ ઉપરાંત સ્વામી દયાનંદ સરસ્વતી પણ ખરા. તેઓએ અંધશ્રદ્ધા નિવારણ માટે ઘણું કર્યું. મારા વડીલો આર્યસમાજી હતા. આજે પણ અમારા ગામમાં કોઈ નાત-જાતના ભેદભાવ કે ઊંચનીચ નથી. ગાંધીજી અને ગૌતમ બુદ્ધ તેમજ જૈન ધર્મના વિચારો પણ મારા આદર્શ છે. હિંદુ ધર્મ પર મને અતૂટ વિશ્ર્વાસ છે.
અંગત શોખ…
કૂકિંગનો મને જબરદસ્ત શોખ છે. લગભગ દરેક પ્રકારની વાનગી બનાવી લઉં છું. આ સિવાય ગાર્ડનિંગનો શોખ પણ ખરો. દરરોજ લગભગ અર્ધો કલાક વ્હેલી સવારે ગાર્ડનિંગ માટે ફાળવું છું. નિયમિત લૉન ટેનિસ પણ રમું છું. દર રવિવારે દસ કિલોમીટર રનિંગ કરું છું. હું દરરોજ ટેનિસ રમું છું. મને દરેક રમત રમવી ગમે છે. અમારી આખી ટિમ છે અને સમય મળે ત્યારે ગોલ્ફ રમવાનું. ફેમિલી સાથે રમવાનું હોય ત્યારે લૂડો રમીએ છીએ.
શિસ્ત વિશે…
રાત્રે 10-30 વાગ્યે સૂઈ જવાનું અને સવારે 5 વાગ્યે ઉઠી જવાનું. મારા જીવનમાં ક્યારેય સવારે 6 વાગ્યા બાદ સૂતો રહ્યો નથી. સૂવાના સમય દરમિયાન પણ મારો ફોન તો ચાલું જ હોય, કોઈ અરજન્ટ કોલ આવે તો જવાબ પણ આપવાના અને ક્યારેય અડધી રાતે ઉઠીને ફિલ્ડ પર પણ જવું પડે આમ છતાં સૂવાની બાબતે નિયમ રાખ્યો છે કે વહેલું સૂઈ અને વહેલું ઉઠી જવાનું. સૂતા હોઈએ એટલે ફોન સ્વીચ ઓફ કે સાઈલન્ટ કરી નાખવાનો એવું નહીં. મારો કોલ અડધી રાતે પણ ઉપડી જાય.