સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીએ કહ્યું ખેડૂતોને સહાનુભૂતીની નહીં સહાયની જરૂર છે
કમોસમી વરસાદથી ઉત્પાદન ઘટવાની શક્યતા, હળવદ પંથકમાં મગફળીના વાવેતરમાં વધારો છતાં ઉત્પાદન ઘટવાની ભીતી, ખેડૂતોઓને બેવડો માર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.31
હળવદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માવઠાથી જગતના તાત ને રોવાનો વારો આવ્યો છે હળવદ પંથકમાં મગફળી કપાસ મગ જેવા અનેક પાકોમાં મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
ખેડૂતના ઉભા મોલ કપાસ મગફળી જેવા પાકો ભારે નુકસાની જોવા મળી રહી છે બીજી તરફ ખેડૂતોના માલ ઠોરનો ચારો પણ પલળી ગયો છે ત્યારે હળવદ પંથકના જગતના તાતની દયા જનક પરિસ્થિતિ થઈ છે. હાલ પંથકમાં મગફળી કપાસ જેવા પાકોની સિજન ચાલી રહી હોય અને પાક તૈયાર થય ગયો હોય અને છેલ્લા ત્રણ દિવસથી ચોમાસું જેવો માહોલ સર્જાયો છે ત્યારે ખેડૂતોના પાકોને નુકસાની થવા પામી છે ખેડૂતોના મગફળીના પાથરા તણાઈ ગયા છે અને ખેતરોમાં પાણી ભરાઇના દ્રશ્ય જોવા મળે છે, ખેડૂતોને મગફળીમાં ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પોતાની મગફળીમાંથી સામે વર્ષે ચોમાસામાં વાવવા માટે બિ બિયારણ ની મગફળી પણ નથી રહી જગતનો તાત ચિંતાતુર બન્યા છે,
છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસતાં ચોમાસું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.ખેડુતો ભારે ચિંતામાં મુકાયા છે, ખેડૂતોનો મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો છે હાલ તો ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે હળવદ પંથકમાં કમોસમી વરસાદને કારણે વ્યાપક નુક્સાન થયું છે
ખેડૂતઓ પાયમાલ તંત્ર સર્વેની વાતો કરે મંત્રીઓ ખેતર ખેતર રખડે પણ પરિણામ ન આવે ત્યાં સુધી તો લોલીપોપ ગણાય હાલ તો ખેડૂતો માથે ઓઢી રોવાનો વારો આવ્યો છે..! તાત્કાલિક ધોરણે સવે કરી નુકસાનની ભરપાઈ કરવા આવે તેવી માંગણી કરી રહ્યા છે.



 
                                 
                              
        

 
         
         
        