ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ
92- લોકશાહીમાં તમામ લોકોનો મત અગત્ય પૂર્ણ છે ત્યારે કોડિનાર વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ વેલણ ગામના મતદાન મથક ખાતે મતદાન કરવા આવેલા દિવ્યાંગ મતદારોને પુષ્પગુચ્છ આપીને આવકારવામાં આવ્યાં હતાં.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં વિવિધ મતદાન મથકો ખાતે સખી મથક, દિવ્યાંગ મથક, આદર્શ મથક સહિતના મતદાન મથકોએ અનોખી સુવિધાઓ કરીને મતદારોને આકર્ષિત કરવામાં આવ્યાં હતાં.જિલ્લામાં ઊભી કરવામાં આવેલી આવી સુવિધાઓથી મતદારોના ઉત્સાહમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે.