સેલરીના અસંતોષથી ગેમિંગ ફંડ ટ્રાન્સફરના નેક્સસમાં જોડાયા, બેંગકોકથી સાયબર ક્રાઇમ કરતા
પોલીસ તપાસમાં ‘જોન રેપર’ અને ‘પિકાસો ટાઈસન’ જેવાં કોડનેમ મળ્યાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરત
ગુજરાતના બે ઉચ્ચ શિક્ષિત યુવાન, ઇઊ મિકેનિકલ જતીન ઉર્ફે જોન રેપર ઠક્કર અને ઇઈજ્ઞળ દીપ ઠક્કર, જેમને પોતાની લાયકાત મુજબ ઓછો પગાર મળવાનો અસંતોષ હતો. તેમણે વિદેશની ધરતી પર બેસીને 800 કરોડથી વધુનાં ટ્રાન્ઝેક્શન ધરાવતા એક વિશાળ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ નેટવર્કનું સંચાલન કર્યું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સુરત સાયબર ક્રાઇમ સેલે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર જતીન ઠક્કર અને તેના સાથીદાર દીપ ઠક્કરની મુંબઇ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે.
આ યુવાનો બેંગકોક અને વિયેતનામ ખાતેથી લગભગ 50 જેટલી ગેમિંગ/બેટિંગ વેબસાઇટ (મર્ચન્ટ) પાસેથી ફંડ મેળવતા હતા, જેને મ્યુલ બેંક ખાતાં અને હવાલાના માધ્યમથી વિદેશ મોકલીને આખા નેક્સસને ‘થ્રી-લેયર મોડ્યૂલ’ હેઠળ ઓપરેટ કરતા હતા, જેમાં જીતનારા લોકોને પણ છેતરપિંડીના પૈસામાંથી જ ચુકવણી કરવામાં આવતી હતી.
ઉઈઙ બિશાખા જૈને જણાવ્યું હતું કે જતીન ઠક્કર અગાઉ ગોવામાં એક ગેમિંગ વેબસાઇટ કંપનીમાં નોકરી કરતો હતો, જ્યાં તેને દર મહિને 35,000 પગાર મળતો હતો. ચાર મહિના કામ કર્યા બાદ તે પોતાના પગારથી સંતુષ્ટ નહોતો. આ દરમિયાન તે ગોવાના કસીનોમાં કાર્યરત માઇકલ નામની વ્યક્તિના સંપર્કમાં આવ્યો. માઇકલ થકી તેને જાણ થઈ કે બેંગકોકમાં આ પ્રકારના ગેમિંગ ફંડ ટ્રાન્સફરના નેક્સસ માટે સારી નોકરી મળી શકે છે. લાલચમાં આવીને જતીન બેંગકોક પહોંચ્યો, જ્યાં તેને શરૂઆતમાં 50,000 પ્રતિ માસનો પગાર આપવામાં આવ્યો, જે ટૂંક સમયમાં વધીને 1,00,000 પ્રતિ માસ થઈ ગયો.
સાયબર ક્રાઈમની દુનિયામાં પોતાની અસલી ઓળખ છુપાવવી એ આરોપીઓની પ્રાથમિકતા હોય છે. સુરત પોલીસે જ્યારે અગાઉ કતારગામમાંથી આ રેકેટના સ્થાનિક ઓપરેટરો (બ્રાન્ચ વાળા)ને પકડ્યા હતા ત્યારે તેમના મોબાઈલ અને વ્હોટ્સએપ ચેટ્સમાંથી વિચિત્ર નામો મળ્યાં હતાં. પોલીસને તપાસ દરમિયાન ‘જોન રેપર’ અને ‘પિકાસો ટાઈસન’ જેવાં કોડનેમ મળ્યાં હતાં. શરૂઆતમાં પોલીસ માટે આ નામો એક કોયડો હતાં, પરંતુ ટેક્નિકલ સર્વેલન્સ અને ઊંડાણપૂર્વકની તપાસ બાદ ખૂલ્યું હતું કે આ કોઈ વિદેશી નાગરિકો નથી, પરંતુ આપણા જ ગુજરાતી યુવાનો છે, જેમાં ‘જોન રેપર’ એ બીજું કોઈ નહીં, પણ માસ્ટરમાઈન્ડ જતીન ઠક્કરનું ડમી નામ હતું, જ્યારે ‘પિકાસો ટાઈસન’ એ દીપ ઠક્કરનું ડમી નામ હતું.
149 બેંક ખાતાંમાં કુલ 800 કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝેક્શનો થયાં હતાં
- Advertisement -
સાયબર ક્રાઇમ સેલ, સુરત શહેર દ્વારા કતારગામમાં સર્ચ-ઓપરેશન દરમિયાન અગાઉ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી મોબાઇલ, લેપટોપ અને બેંકોની ચેકબુક સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે આ આરોપીઓ પાસેથી મળી આવેલાં જુદી જુદી બેંકોનાં 149 બેંક ખાતાંમાં કુલ 800 કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝેક્શનો થયાં હતાં. આ 149 ખાતાં પર ગઈઈછઙ પોર્ટલ પર કુલ 417 ફરિયાદો પણ મળી હતી. ઉઈઙ બિશાખા જૈન આ કેસમાં અન્ય બે નાસતા-ફરતા આરોપીઓ માટે એલ.ઓ.સી. ઇસ્યુ કરવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના આધારે જતીન અને દીપ ઠક્કરની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.



