ગાંધીજયંતિની ઉજવણી સ્વચ્છતા પખવાડા તરીકે થઈ રહી છે ત્યારે ઠેર-ઠેર કચરાના ગંજ
રાજકોટના પોશ એરીયા ગણાતા યુનિવર્સિટી રોડ પર આવેલી પીએફ ઓફિસ નજીક ગંદકીના ગંજ ખડકાયા છે. આસપાસના લત્તાવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયુ છે.
- Advertisement -
સ્થાનિકોએ ગંદકી મુદ્દે મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. એક તરફ ગાંધીજયંતીની ઉજવણી સ્વચ્છતા પખવાડા તરીકે થઈ રહી છે. જ્યારે વોર્ડ નં-9માં તેનાથી ઉલટી જ ગંગા વહી રહી છે.