સમગ્ર ગુજરાતની નજર કુતિયાણા નગરપાલિકા ચૂંટણી પર, કોણ મારશે મેદાન?
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
રાજ્યની 66 નગરપાલિકાની ચુંટણી પૂર્વે જ કેટલાંક વોર્ડ અને નગરપાલિકાઓ ભાજપે કબ્જે કરી લીધી છે. તે વચ્ચે કુતિયાણા નગરપાલિકાની ચુંટણી વિધાનસભા સ્તરની હોટ ટોપિક બની ગઈ છે. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની સમાજવાદી પાર્ટી અને વર્ષોથી પાલિકા પ્રમુખપદ સંભાળતી ભાજપની મહિલા અગ્રણી ઢેલીબેન ઓડેદરા વચ્ચે સીધી ટક્કર છે. શરૂઆતમાં કોંગ્રેસે પણ ચૂંટણી લડવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો, પરંતુ રાણાવાવમાં ફોર્મ ભરેલા 10 ઉમેદવારોએ અંતમાં પીછેહઠ કરી ફોર્મ પરત ખેંચ્યા જેથી હવે સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધો જંગ જામશે. સામાન્ય રીતે નગરપાલિકા ચુંટણીથી લઈને સાંસદ ચુંટણી સુધી અપક્ષ ઉમેદવાર મેદાનમાં હોય છે, પણ આ વખતે કુતિયાણા અને રાણાવાવમાં કોઈપણ અપક્ષ મેદાને નથી! રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે બે બળીયા ઉમેદવારો મેદાને હોવાને કારણે અપક્ષોએ પણ પગ પાછા ખેચ્યા.
- Advertisement -
રાણાવાવ-કુતિયાણાની ચૂંટણી ’વિધાનસભા’ જેટલી જ રોમાંચક!: કુતિયાણા નગરપાલિકા હોટસીટ: કાંધલ જાડેજા દત. ઢેલીબેન ઓડેદરા!
ચૂંટણી પરિદૃશ્ય અને હાર-જીતના સમીકરણો
કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકાની ચૂંટણી હવે સફેદ-કાળો સમીકરણ બની ગઈ છે – ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે જ ચુંટણીનો જંગ થશે. કોણ જીતશે અને કોણ હારશે એ રાજકીય ગેમપ્લાન અને મતદારોના મિજાજ પર નિર્ભર રહેશે.