ખાસ-ખબર ન્યૂઝ પાલિતાણા
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અણધાર્યા કમોસમી વરસાદ (માવઠા) ને પગલે ખેડૂતોની હાલત કફોડી બની છે. સૌરાષ્ટ્રના પાલીતાણા પંથકમાં પણ ભારે વરસાદથી ઊભા પાકને મોટા પાયે નુકસાન થતાં ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે. આજે પાલીતાણા તાલુકાના ખેડૂતોએ તાત્કાલિક સહાય અને વળતરની માંગણી સાથે ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી જેમાં તાલુકાના ખાખરીયા વાળુકડ નવા ગામ નોંઘણવદર સહિતના અનેક ગામોમાંથી ખેડૂતો એકઠા થયા હતા. તેમણે ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી, કમોસમી વરસાદને કારણે થયેલી પાક નુકસાની અંગેની વિગતવાર રજૂઆત કરી અને આવેદનપત્ર પાઠવ્યું હતું કપાસ અને મગફળીના પાકને સૌથી વધુ નુકસાન ખેડૂતોના જણાવ્યું હતું અને તાત્કાલિક સર્વે અને સહાયની માંગણી કરી હતી



 
                                 
                              
        

 
         
        