ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળ ધોરણ 10 પછી વિવિધ ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. આ ડીપ્લોમા અભ્યાસક્રમોમાં અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓનો પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ કૃષિ યુનિ.ના કુલપતિના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
તેમજ સરદાર પટેલ એજ્યુકેશનના ચેરમેન જે.કે.ઠેસીયા પ્રેરક ઉપસ્થિતમાં બાગાયત મહાવિદ્યાલય ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંશોધન નિયામક ડો.એ.જી.પાનસુરીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એન.બી.જાદવ, નિયામક વિધાર્થી કલ્યાણ પ્રવૃતિઓ ડો.આર.બી.સોલંકી તેમજ વિવિધ કોલેજના આચાર્યઓ અને ડીન, પોલીટેકનીકના આચાર્યઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
જયારે વિદ્યાર્થીઓને કૃષિ ક્ષેત્રે આગવું પ્રદાન આપી દેશના ખેડૂતોના આર્થિક વિકાસ થકી આત્મનિર્ભર કૃષકથી આત્મનિર્ભર ભારત તરફ આગળ વધવા યોગદાન આપવા આહવાન કર્યુ હતું. વધુમાં તેઓએ પ્રમાણપત્ર મેળવનાર વિદ્યાર્થીઓના ઉજવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. તેમજ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરી આગળ વધવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.


