ઇમ્તિયાઝ અલી અને દિલજીત દોસાંઝે ‘અમર સિંહ ચમકીલા’ માટે ઇન્ટરનેશનલ એમી નોમિનેશનની ઉજવણી કરી
દિલજીત દૌસાંઝ અને પરિણિતી ચોપરાની ‘ચમકીલા’ ઈન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નામાંકિત થઈ છે. તે પોતે બેસ્ટ એક્ટર તરીકે નોમિનેટ થયો છે. ઉલ્લૅખનીય છે કે વિનર્સની ઘોષણા ૨૪ નવેમ્બરનાં રોજ ન્યુયોર્કમાં યોજાનારા એવોર્ડસમાં કરવામાં આવશે.
- Advertisement -
માર્યા ગયેલા પંજાબી સંગીતકાર અમર સિંહ ચમકીલાના જીવન અને સમય પર આધારિત નેટફ્લિક્સ ફિલ્મને ટીવી મૂવી/મિની-સિરીઝ શ્રેણીમાં નામાંકિત કરવામાં આવી છે. દોસાંજને એક્ટર કેટેગરીમાં બેસ્ટ પર્ફોર્મન્સમાં નામ મળ્યું છે.
આ ફિલ્મ પંજાબના લોક ગાયક અમર સિંહ ચમકીલાની બાયોપિક છે. આ ફિલ્મનું દિગ્દર્શન ઈમ્તિયાઝ અલીનું છે. આ ફિલ્મની બહુ પ્રશંસા થઈ હતી. દિલજીત તથા પરિણિતી બંનેના પરફોર્મન્સનાં વખાણ થયાં હતાં. સમગ્ર ફિલ્મનું મેકિંગ પણ ઉચ્ચ દરજજાનું હોવાનું ત્યારે સમીક્ષકોએ જણાવ્યું હતું. ચમકીલા પર તેના ગાયનોમાં અશ્લીલતા ઉમેરવાનો આરોપ મૂકાતો હતો. આવા જ કોઈ વિવાદમાં તેની હત્યા થઈ હતી.