દસ વરસે બનેલી, નિશ્ર્ચિત બજેટ કરતાં દસ ગણું બજેટ ખાઈ ગયેલી મોગલ-એ-આઝમના બે પ્રિમિયર શો મુંબઈના મરાઠા મંદિરમાં યોજાયાં ત્યારે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સામેલ થઈ હતી. નહોતાં હાજર રહ્યાં ફિલ્મના હિરો દિલીપકુમાર.
ઘણાંએ માન્યું કે મોગલ-એ-આઝમના નિર્માણ દરમિયાન જ મધુબાલા સાથે પ્રણયભંગ થયા પછી દિલીપકુમાર તેનો સામનો કરવા માંગતા નહોતા પણ કારણ અલગ જ હતું. મધુબાલા સાથેના સંબંધ વિચ્છેદ પછી દિલીપકુમાર સાથે બનેલી બીજી ટ્રેજેડી તેમાં નિમિત્ત હતી.
ઘણાંએ માન્યું કે મોગલ-એ-આઝમના નિર્માણ દરમિયાન જ મધુબાલા સાથે પ્રણયભંગ થયા પછી દિલીપકુમાર તેનો સામનો કરવા માંગતા નહોતા પણ કારણ અલગ જ હતું. મધુબાલા સાથેના સંબંધ વિચ્છેદ પછી દિલીપકુમાર સાથે બનેલી બીજી ટ્રેજેડી તેમાં નિમિત્ત હતી.
શાહનામા
– નરેશ શાહ
– નરેશ શાહ
નવ્વાણું વરસે જન્નતનશીન થયેલાં મોહમ્મદ યુસુફ ખાન એટલે કે ટ્રેજેડી કિંગ દિલીપકુમાર ધ લેજન્ડ તો હતા જ, પણ અભિયનના નવા પેરામીટર સેટ કરનારા ટ્રેન્ડસેટર પણ ખરા, રાજકપૂર – દેવઆનંદ (સને 1960) પછી આવેલાં અને છવાયેલાં અમિતાભ બચ્ચન સહિતના ઉમદા કલાકારોના અભિનયમાં ક્યાંકને ક્યાંક દિલીપસાબ ડોકાયા વગર રહેતાં નથી. કમલ હસન તો ઢપણે એવું માને છે કે ગંગા-જમના ફિલ્મમાં દિલીપકુમારે કરેલો અપ્રતિમ અને અનબીટન છે. કોઈ ક્યારેય તેને આંબી ન શકે.
બેશક, દિલીપસાબના ઉલ્લેખ સાથે ગંગા જમના થી લઈને મશાલ ફિલ્મ સ્મૃતિપટ પર ઉભરી આવે, તેમાં એક અજરામર ફિલ્મ પણ સામેલ ખરી : મોગલ-એ-આઝમ
જિંદગીમાં રોકડી બે (ફૂલ અને મોગલ-એ-આઝમ) અને બે અધૂરી (સસ્તા ખૂન, મહંગા પાની અને લવ એન્ડ ગોડ) ફિલ્મો બનાવીને માત્ર 48 વરસે જન્નતનશીન થઈ જનારાં નિર્માતા-નિર્દેશક કે. આસિફે ઈન્ટરનેશનલ સ્તરની ફિલ્મ બનાવવાના ખ્વાબ સાથે કેરિયરની બીજી જ ફિલ્મ તરીકે મોગલ-એ-આઝમ બનાવી અને એ એક જ ફિલ્મ કે. આસિફ, પૃથ્વીરાજ કપૂર (અકબર), દિલીપકુમાર (સલીમ) અને મધુબાલા (અનારકલી) ની આજીવન ઓળખ બની ગઈ પણ…
- Advertisement -
દુનિયાદારીની નજરે જોઈએ તો મોગલ-એ-આઝમ બનવી, પ્રદર્શિત થવી, સુપરહિટ જ નહીં, પણ અમર કલાકૃતિ જેમ અંક્તિ થઈ જવી એ અપનેઆપમાં ચમત્કાર જ લાગે કારણકે કે. આસિફ પ્રથમ વખત શરૂ કરેલી મોગલ-એ-આઝમ (ચંમોહન, સપ્રુ અને નરગીસ)ના ચાર વરસ સુધી થયેલાં શૂટને ડબ્બામાં નાખી દેવા પડયા હતા કારણકે અકબર બનેલાં ચંમોહનનું 19પ9માં મૃત્યુ થઈ ગયું…
એ પછી 19પ0માં કે. આસિફે એકડેએકથી નવી મોગલ-એ-આઝમ બનાવવાનું શરૂ ર્ક્યું ત્યારે તેમાં નિર્માતા તરીકે ઉદ્યોગપતિ શાપુરજી પાલનજી અને અભિનેતા તરીકે પૃથ્વીરાજ કપૂર, દિલીપકુમાર અને મધુબાલા જોડાયાં. એ પછી પણ આ ફિલ્મ દશ વરસ સુધી બનતી રહી. પ ઓગસ્ટ, 1960 ના દિવસે આ મોગલ-એ-આઝમ રિલીઝ થઈ એ પહેલાં તો અનેક સારા-માઠા પ્રસંગો તેની સાથે બનતાં રહ્યાં પણ એ અલગ લેખનો વિષય છે. વિલંબ થયાનું મુખ્ય કારણ તો દિગ્દર્શક કે. આસિફની દરેક બાબતને અનોખી અને જાયન્ટ તેમજ સાચુકલી રીતે જ ફિલ્માવવાનો આગ્રહ રહેતો. દાખલા તરીકે, તૂટીને વેરાઈ જતાં મોતીઓ માટે કે. આસિફ ઈચ્છતાં હતા કે એ મોતી કાચ કે પ્લાસ્ટિકના નહીં, પણ સાચા મોતી જ જોઈએ. અકબર, જોધાબાઈ કે સલીમે ધારણ કરેલાં દાગીના ખોટા નહીં પણ સોના અને ચાંદીના જ જોઈએ…
સલીમ-અનારકલીના રોમાંસ વખતે તાનસેનનો આલાપ ગૂંજવો જોઈએ અને એ આલાપ (ફિલ્મો માટે ક્યારેય ન ગાનારાં) ઉસ્તાદ આમીરખાંસાહેબનો જ સ્વર જોઈએ.
- Advertisement -
કે. આસિફના આવા આગ્રહો જ મોગલ-એ-આઝમને કલાસિકનો દરજ્જો આપવામાં નિમિત્ત બન્યાં પણ એ વખતે નિર્માતા-નિર્દેશક વચ્ચે અનેક ખટરાગ થતાં પણ દિલીપકુમાર સહિતના કલાકારો સમજતાં હતા કે એક કલાસિક ફિલ્મ બની રહી છે એટલે જ કદાચ, કલાકારોનો રસ પણ દશ વરસ સુધી જળવાય રહ્યો હતો. આ અરસા દરમિયાન જ સાતમા આસમાને ચઢેલો દિલીપકુમાર – મધુબાલાનો રોમાંસ પણ જમીનદોસ્ત થઈ ગયો હતો. 1960માં મોગલ-એ-આઝમ રિલીઝ થઈ, એ પહેલાં 19પ7માં નયા દૌર રિલીઝ થઈ ગઈ હતી અને કોર્ટ કેસને કારણે દિલીપકુમાર-મધુબાલાના રોમાંસ પણ પૂર્ણ વિરામ મુકાઈ ગયું હતું. જો કે અનબન હોવા છતાં મોગલ-એ-આઝમ પૂરી કરવા માટે કમને દિલીપકુમાર અને મધુબાલા શૂટીંગ કરતાં રહ્યાં પણ આવી મહત્વાકાંક્ષ્ાી ફિલ્મના પ્રિમિયરમાં ખુદ દિલીપકુમાર (સલીમ) ન આવ્યાં એટલે ઘણાં એ એવું માન્યું કે મધુબાલા સાથેના સંબંધ વિચ્છેદને કારણે જ દિલીપકુમાર પ્રિમિયરમાં સામેલ ન થયા. કદાચ, તેઓ મધુબાલાનો સામનો કરવા માંગતા નહોતા પણ…
આ વાત ખોટી હતી
નયા દૌર ફિલ્મના વિખવાદ (મધુબાલા સાથે શૂટ કરેલાં રિલની નુકશાની કબુલ રાખીને બી. આર. ચોપરાએ તેમની જગ્યાએ વૈંજયતિમાલા સાથે ફિલ્મ બનાવી હતી) પછી પણ મોગલ-એ-આઝમનું શૂટીંગ ત્રણેક વરસ ચાલેલું અને તેના શૂટીંગમાં દિલીપકુમાર-મધુબાલા નિયમિત આવતા હતા એટલે મધુબાલા સામે ન આવવાના કારણે દિલીપુકમારે પ્રિમિયરમાં સામેલ ન થયા, એ વાતનો છેદ અહીં ઉડી જાય છે. સચ્ચાઈ તો એ હતી કે મોગલ-એ-આઝમના નિર્માણના વરસો દરમિયાન કે. આસિફ અનેક વખત દિલીપુકમાર ઘરે મિટિંગ અને શૂટિંગની તારીખો વગેરે માટે આવતાં હતા. આવા આવરાજાવરા દરમિયાન જ કે. આસિફ અને દિલીપકુમારની નાની બહેન અખ્તર વચ્ચે પ્રેમ થઈ ગયો અને ફિલ્મના નિર્માણના આખરી સમયમાં જ અખ્તરે પરિવારમાં જાણ ર્ક્યા વગર જ કે. આસિફ સાથે નિકાહ કરી લીધા હતા. ઉંમરમાં મોટા અને અગાઉ બે નિકાહ કરી ચૂકેલાં કે. આસિફ અને નાની બહેન અખ્તરથી દિલીપકુમાર ભયંકર નારાજ હતા. એ વાત દિલીપકુમાર પોતાની આત્મકથામાં સ્વીકારી ચૂક્યા છે તો…
અનિતા પાધ્યે પોતાના પુસ્તકમાં લખે છે તેમ, આ કારણે જ દિલીપકુમાર મોગલ-એ-આઝમના પ્રિમિયરમાં ગયા નહોતા. તેઓ મધુબાલાનો નહીં, કે. આસિફનો ચહેરો જોવા માંગતા નહોતા.