જૂનાગઢમાં કોના પાપે ચાર જીંક્ષ મનપા તંત્ર અને પદાધિકારી પર લોકોની ફિટકાર: પિતા અને બે પુત્રો સાથે વૃદ્ધનું કાટમાળ દબાઈ જતા મોત: આજે મનપા ખાતે જર્જરિત ઇમારતો માટે ખાસ બેઠક
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ માં ભારે વરસાદ થી થયેલ ખાના ખરાબી ના ઘા હજુ રુઝાયા નથી ત્યાં વધુ એક કરુણાંતિક ઘટના સામે આવતા મનપા તંત્ર સામે લોકોમાં રોષ સાથે ફિટકાર વરસી રહીછે તેની સાથે મૂંગા અને જાડી ચામડીના લોકોનું પેટનું પાણી હલતું નથી ચાર ચાર નોર્દોષ લોકોની જીંદગી એક ઝાટકે હોમાય જતા શહેરમાં રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે બપોરના સુમારે દાતાર રોડ પર આવેલ એક બે માળની જર્જરિત બિલ્ડીંગ અચાનક પતા ના માહેલ માફક ઢળી પડી હતી જેમાં એક પિતા અને બે પુત્ર અને વૃદ્ધ નું મોત નીપજ્યું હતું મૃતક માં સુભાષભાઈ લક્ષમીદાસ તન્ના ઉ.52,સંજય સતીશ ડાભી ઉ.33 અને તેના પુત્રો તરુણ સંજય ડાભી ઉ.13,દક્ષ સંજય ડાભી કાટમાળ નીચે દબાઈ જતા કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા જેમાં મૃતક સંજય ડાભી ના પત્ની રીક્ષા માંથી ઉતરી ને શાકભાજી લેવા ગયા ત્યારે અચાનક બિલ્ડીંગ ધરાશય થતા તેના પતિ અને બે પુત્રો બિલ્ડિંગના કાટમાળ નીચે રીક્ષા સાથે દટાઈ જતા નજર સામે મૃત્યુ થયું હતું.
- Advertisement -
સમગ્ર ઘટના જાણ તંત્ર ને થતા રેસ્ક્યુ કામગીરી માટે એનડીઆરએફ ટિમ અને કલેકટર,કમિશનર સાથે ધારાસભ્ય,મેયર ડે.મેયર સહીતના અધિકારી દોડી આવ્યા હતા અને તુરંત રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી પણ ચાર કલાક ના રેસ્ક્યુ બાદ પણ લોકોનો જીવ બચાવી શક્ય નો હતા અને સ્થળ પર પરિવારના લોકો નું આક્રન્દ જોવા મળ્યું હતું. જૂનાગઢ શહેરમાં હજુ 70 વર્ષ જૂની સેંકડો ઇમારતો મોત બનીને ઝળુંબી રહી છે મહા નગરપાલિકા વર્ષો માત્ર 60 2 ની નોટિસો આપીને સંતોષ માની રહીછે એવા સમયે નિર્દોશ લોકોના જીવ જય રહ્યા છે ચૂંટાયેલ સભ્યો અને અધિકારી એકબીજા પર દોષ નો ટોપલો નાખતા જોવા મળેછે ત્યારે સ્થાનિક શહેરીજનો તંત્ર ની કોઈ નક્કર કામગીરી થતી નથી અને કોઈ પરિણામ આવતું નથી જેના લીધે શહેરની પ્રજા મૂંગે મોઢે સહન કરી રહી છે.
જૂનાગઢના MLA કોરડિયા મ્યુ.કમિશનર પર લાલઘૂમ થયા
જૂનાગઢ દાતાર રોડ પર બે માળની જર્જરિત ઇમારત જયારે અચાનક ઢસી જતા તંત્રની અને ચૂંટાયેલ સભ્યોની ઊંઘ હરામ થઇ હતી અને સમગ્ર તંત્ર દોડતું થયું હતું એવા સમયે મનપા ના જેસીબી મશીન અડધો કલાક સુધી આવ્યા નહિ ત્યારે ધારાસભ્ય સંજય કોરડિયા કમિશનર સામે ઊંચા અવાજે વાત કરીને લાલઘૂમ થયા હતા અને રોકડું પરખાવી દીધું હતું જે દરમિયાન કલેકટર બાજુમાં ઉભા હતા તેની દરમિયાન ગિરી થી મામલો થાળે પડયો હતો અને ત્યાર બાદ મનપા જેસીબી મશીન આવ્યા હતા અને કાટમાળ હટાવાની કામગીરી શરુ કરવામાં આવી હતી.
મનપાના પદાધિકારી અને તંત્ર વચ્ચે બેઠક
જૂનાગઢ શહેરમાં છેલ્લા ચાર દિવસપેહલા પૂર હોનારતથી અનેક માનવ જીંદગી ની સાથે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો અને ત્યાર બાદ ગઈકાલ બે માળની ઇમારત પડતા તંત્ર સફાળું જાગ્યું છે અને ગઈકાલ ની ઘટના થી બોધપાઠ લીધો હોય તેમ આજે મનપા કચેરી ખાતે ખાસ બેઠક બોલાવી છે જેમાં શહેરની તમામ જર્જરિત ઇમારતો ઉતારી લેવાની તાકીદે બેઠક માં નિર્ણય લેવામાં આવ્યો છે હવે ક્યારે ઇમારતો ઉતારશે તે આગામી દિવસોમાં ખબર પડશે.