શહેરના વિવિધ વિસ્તારોમાં અનેક જર્જરિત બિલ્ડિંગો: નગરપાલિકા ફકત નોટિસ આપી સંતોષ માને છે
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
વેરાવળ સોમનાથ માં જર્જરીત ઈમારતો ભય ગસ્ત મકાનો ગમે ત્યારે પડે તેવી પરીસ્થીતીમાં છે.અનેક રજુઆત છતાં નગરપાલિકા નોટિસ આપી સંતોષ માને છે. 1500 બાળકો ની સ્કુલ ની સામે બિલ્ડીગ ,ધમધમતા બસ સ્ટેન્ડ, પ્રકાશ કોમ્પલેક્ષ બજારોમાં ખુબજ ભયાનક પરીસ્થીતી વેરાવળ ભીડીયા સોમનાથ વિસ્તારમાં અનેક જર્જરીત બિલ્ડીગો ભય ગ્રસ્ત મકાનો ગમે ત્યારે પડી શકે તેવી સ્થિીતી છે. બજરંગ રોડ ઉપર સ્કુલ ની સામે આવી બિલ્ડીગ હોય જેથી નાના બાળકો રાડ ઉપર આવતા જતા હોય તેમજ બસ સ્ટેન્ડ,પ્રકાશ કોમ્પલેક્ષ બજાર માં પણ આવી બિલ્ડીગો ના લીધ ભય જનક પરીસ્થીતી સર્જાયેલ છે નગરપાલિકા એ અનેક નોટીસ અપેલ હોય તેમ છતા માત્ર અમુક ના લીધે ઈમારતો ઉભો છે ગમે ત્યારે મોટો અકસ્માત થઈ શકે છે જેથી નગરપાલિકા એ આકરા પગલા લઈ તાત્કાલીક કામગીરી શરૂ કરવી જોઈએ તેવી માંગ શહેર ભર માં ઉઠી છે.
- Advertisement -
વેરાવળ શહેર માં બસ સ્ટેન્ડ રોડ, પ્રકાશ કોમ્પલેક્ષ, સટા બજાર, સુભાષ રોડ,સોની બજાર, બંદર રોડ, બજરંગ રોડ, સોમનાથ ટોકીઝ વિસ્તારમાં 30થી 50 વર્ષ જુના 500 થી વધારે મકાનો છે ભયગ્રસ્ત હાલત માં તેની આજુ બાજુ રહેતા પરીવારો દરરોજ ભયમાં રહે છે કે આ મકાન ગમે ત્યારે પડશે તેમજ 30 થી વધારે એપાર્ટમેન્ટો જે ત્રણ થી સાથે માળ ના છે તે એપાર્ટમેન્ટો ની તદન હાલત ખરાબ છે ગમે ત્યારે નાના મોટા ઈમલાઓ રવેશો પડે છે અનેક આજુબાજુના રહેવાસીઓએ ફરીયાદ કરેલ હોય તેમ છતા કોઈ ગંભીરતા નગરપાલિકાને નથી ફક્ત નોટીસો આપી સંતોષ માની લેવામાં આવે છે જીલ્લિા કલેકટર, પ્રાંત અધિકારી, ચીફ ઓફીસરે આવી ત્રણ થી સાત માળ ની જર્જરીત બિલ્ડીગો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ બજરંગ રોડ ઉપર 1500થી વધારે બાળકો ભણે છે તેની સામે ભયજનક ઈમારત છે તેમજ બસ સ્ટેન્ડ રોડ ઉપર દરરોજ હજારો રાહદારીઓ મોટરસાઈકલ, મોટરકાર ચાલકો સહીત અનેક વાહનો પસાર થતા હોય છે ત્યાં આવી ઈમારતો ધમધમતા રોડ ઉપર છે.
ચીફ ઓફીસરે જણાવેલ હતું કે સર્વે કરાવેલ છે અમને પણ ખબર છેકે બિલ્ડીગો ગમે ત્યારે પડશે મોટી મુશ્કેલી છેકે કોઈ કામગીરી કરવા માટે પુરતો સ્ટાફ નથી તેમજ જર્જરીત બિલ્ડીગોના દુકાન ચલાવતા
દુકાનદારો કામગીરી થવા દેતા નથી નગરપાલિકા તો આવી તમામ બિલ્ડીગોને પાડી નાખવા માટે પ્રયત્ન કરી રહેલ છે જે નોટીસો અપાયેલ છે.
વેરાવળ ભીડીયા સોમનાથ વિસ્તારમાં જો ત્વરીત કામગીરી કરવામાં નહી આવે તો ચોમાસા માં મોટા અકસ્માતો સર્જાય શકે તેમ છે દર વખતે ચોમાસા માં આવા બનાવો બનતા રહે છે જેથી તાત્કાલીક કામગીરીશરૂ શહેર ભરમાં માંગ ઉઠી છે.



