શહેરની જર્જરિત ઇમારતો તોડવા મનપા જાગ્યું
અનેક મકાન માલિકે ભાડુઆતને ખાલી કરવા નોટિસો કઢાવી?: અમુક એવા બિલ્ડિંગ કે જર્જરિત ભાગના બદલે આખી બિલ્ડિંગને નોટિસ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં આભ ફાટ્યું હોય તેમાં થોડા દિવસો અગાઉ એક સાથે 16 થી 20 ઇંચ વરસાદ પડયો હતો અને છેલ્લા એક મહિનાથી વરસાદી માહોલ રહેતા ભેજનું પ્રમાણ વધ્યું હોય ત્યારે દાતાર રોડ પર આવેલ કડીયાવાડ વિસ્તારનું એક બિલ્ડીંગ ધરાશાય થતા ચાર લોકોના મૃત્યુ થયા હતા અને ત્યાર બાદ એકજ પરિવાર ના ત્રણ લોકોના મૃત્યુ થતા પરિવારની મહિલાએ પણ એસિડ પીને આપઘાત કરી લીધો હતો અને ત્યાર બાદ મનપા કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા અને વર્ષોથી જર્જરિત ઇમારતો ઉતારી લેવાની વાતો કરતી મહા નગર પાલિકા સફાળી જાગીને શહેરમાં જર્જરિત બિલ્ડીંગોને ઉતારી લેવા હવાતિયાં મારવાનું શરુ કર્યું છે.
જૂનાગઢ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 503 જર્જરિત બિલ્ડીંગો ને નોટિસ આપવામાં આવી છે જયારે મનપા વર્ષો થી માત્ર નોટિસ આપીને સંતોષ માની લેતી હતી ત્યારે હવે નોટિસ ઉપર નોટિસ આપીને શહેરની જર્જરિત બિલ્ડીંગો ઉતારી લેવા રીતસર ની દોટ મૂકી છે જેમાં 75 જેટલા જર્જરિત બિલ્ડીંગો ઉતારી લેવામાં આવ્યા છે અને 100 થી વધુ જગ્યા એ ભયજનક બિલ્ડીંગ ના બોર્ડ મૂકી દેવામાં આવ્યા છે ત્યારે કેહવાય છે ને કે ચમતાકાર વગર નમસ્કાર નહિ કુદરત ની એક થપાટે પાંચ લોકોના જીવ ગુમાવ્યા બાદ મનપા તંત્ર ઊંધે માથે થયું છે અને આ કુદરતી નહિ પણ માનવ આધારિત ઘટના બની હોય તેમાં મનપા અધિકારી સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ સાથે ધરણા યોજવામાં આવ્યા હતા.
જૂનાગઢ મહા નગર સેવા સદન પાસે પૂરતા સ્ટાફનો અભાવ જોવા મળી રહ્યો છે અને નવી ભરતી માટે સરકારમાં મંજૂરી મેળવાઈ રહી ની વાતો થઇ રહી છે મનપા કાચરીની અનેક શખાઓ ઇન્ચાર્જ ઉપર ચાલી રહી છે અને હંગામી ધોરણે કામ કરી રહ્યા છે એવામાં જે કર્મચારીઓ છે તે કામ કરવામાં લાલીયાવાડી કરતા હોવાનું સામે આવ્યું છે ગઈકાલ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા એ મનપા ની અલગ અલગ શાખામાં સરપ્રાઈઝ ચેકીંગ કર્યું હતું જેમાં 300 કર્મચારીમાંથી 116 કર્મી ગેર હાજર રહેતા મ્યુ.કમિશનરને એક રિપોર્ટ સોંપાયો હતો અને ગુટલીબાજ કર્મચારીઓ ઉપર ખુલાસા ની માંગ કરી હતી જો આજ રીતે મનપા નો વહીવટ ચાલશે તો શહેરીજનો કોના ભરોશે તેવા અનેક સવાલો ઉભા થયા છે.
- Advertisement -
જૂનાં ભાડુઆતને ખાલી કરાવવા નોટિસ કઢાઈ ?
જૂનાગઢ શહેરમાં એક બિલ્ડીંગ ધરાશાય થયા બાદ શહેરની અનેક ઇમારતોને નોટિસ આપવાની કામગીરી શરુ થઇ છે ત્યારે અનેક મકાન માલિક જુના ભાડુઆતને ખાલી કરાવા નોટિસ કઢાઈ રહી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે માત્ર એકજ દિવસમાં જર્જરિત ન હોઈ તેવા ભાગને ઉતારી લેવાની નોટિસો અપાઈ રહી હોવાના આક્ષેપ થતા મનપા ની નોટિસ આપવાની કામગીરી મુદ્દે સવાલો ઉભા થયા છે ત્યારે વર્ષોથી પોતાની રોજીરોટી કમાતા અથવા વર્ષો થી મકાન માં રહેતા લોકો તાત્કાલિક ક્યાં જાય તેવા અનેક પ્રશ્ર્નો જોવા મળી રહ્યા છે જર્જરિત ઇમારતનો અમુક ભાગ ઉતારી લેવાના નામે આખી બિલ્ડીંગ ઉતારી લેવાની નોટીશ અપાઈ અને લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.