સુપ્રિમ કોર્ટના પ્રથમ ન્યાયાધીશ દિવંગત ફાતિમા બીબી, સૌથી જુના ગુજરાતી અખબાર ‘મુંબઈ સમાચાર’ના માલિક એચ.એન.કામા, ગુજરાતી પત્રકાર કુંદન વ્યાસ સહિતની અનેક વિભૂતિઓ પદ્મ ભૂષણથી સન્માનિત થયા: પદ્મ પુરસ્કારથી સન્માનિત સમાજ સેવક એસ.રાજન્નાને મળી પીએમ મોદી ભાવુક બન્યા
અભિનેત્રી વૈજયંતિમાલા બાલી અને અભિનેતા ચિરંજીવીને સિનેમામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ દેશનું બીજુ ઉત્કૃષ્ટ નાગરીક સન્માન પદ્મ વિભુષણથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ગુરૂવારે સન્માનીત કરાયા હતા.
- Advertisement -
સુપ્રિમ કોર્ટનાં પ્રથમ મહિલા ન્યાયાધીશ (દિવંગત) એમ.ફાતિમા, બીબી ‘મૂંબઈ સમાચાર’ના માલિક એચ.એન.કામાને પદ્મ ભુષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.
આ સાથે જ ભાજપ નેતા ઓ.રાજગોપાલ, લદાખના દિવંગત આધ્યાત્મિક નેતા તોગદાન રિનપોચે અને તમિલ અભિનેતા દિવંગત કેપ્ટન વિજયકાંત (બન્નેને મરણોપરાંત) ગુજરાતી અખબાર જન્મભુમિના સમુહ સંપાદક અને સીઈઓ કુંદન વ્યાસને પણ પદ્મભુષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
બીવી રિનોચે અને વિજયકાંતના પરિવારનાં સભ્યોએ પુરસ્કાર સ્વીકાર્યો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત એક નાગરીક અલંકરણ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશમંત્રી એસ.જયશંકર આ પ્રસંગે ઉપસ્થિત હતા.
ડો.કે.એસ.રાજન્નાને પદ્મશ્રી
ડો.કે.એસ.રાજન્નાને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતા. રાજન્ના જયારે 11 મહિનાના હતા ત્યારે પોલીયોના કારણે તેમને પોતાના હાથ અને પગ ગુમાવવા પડયા હતા. પુરસ્કાર ગ્રહણ કરે તે પહેલા પીએમ મોદી તેમની પાસે ગયા હતા અને તેમનું અભિવાદન કર્યુ હતું. ડો.રાજન્નાને દિવ્યાંગજનોના કલ્યાણ હેતુ કામ કરવા બદલ સન્માની કરાયા હતા.
- Advertisement -
વૈજયંતિમાલાએ ફિલ્મી પડદે રાજ કર્યું
ભારતીય અભિનેત્રીઓમાં બહેતરીન અભિનેત્રીઓ પૈકીની એક 90 વર્ષિય વૈજયંતિમાલાએ 1950 અને 1960 ના દાયકામાં સિને પરદે પર રાજ કર્યુ હતું. ‘દેવદાસ’, ‘નયા દૌર’ ‘સાધના’,‘ગંગા જમના’, ‘સંગમ’ ‘જવેલથીફ’ જેવી ફિલ્મોમાં તેમણે કામ કર્યુ હતું. તેમણે કેટલીક તમિળ, તેલુગુ, કન્નડ અને બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
ચિરંજીવી: 150 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું
દક્ષિણના સુપરસ્ટાર 68 વર્ષિય ચિરંજીવીએ તેલુગુની સાથે હિન્દી તમિલ અને કન્નડ ભાષામાં 150 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેની હીટ ફિલ્મોમાં ‘રૂદ્રવીણા’, ‘ઈન્દ્ર’, ‘ટાગોર સ્વયં કૃતિ’, ‘સાઈ રો નરસિમ્હા રેડ્ડી’, તેમજ 2023 માં તેમણે ‘ભોલા શંકર’ ફિલ્મમાં કામ કર્યુ હતું.
પદ્મશ્રી પણ ધન્ય થયા… હિંમતને સલામ
આ છે કર્ણાટકના ડો. કે.એસ. રાજન્ના જેમને ગઈકાલે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા. 11 મહિનાની ઉંમરે પોલિયોના કારણે હાથ-પગ ગુમાવ્યા છતાં તેમની સેવાની ભાવનાને કોઈ અસર નહીં થઈ. તેમણે દિવ્યાંગ લોકો માટે કામ કર્યું. ગુરુવારે તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં સન્માન પહેલા તેમણે
પીએમ નરેન્દ્ર મોદીને આ રીતે શુભેચ્છા પાઠવી હતી.
રાજન્ના મિકેનિકલ એન્જિનિયર છે. તેમણે પોતાની જાતને ફકત એક ઉદ્યોગસાહસિક તરીકે જ સ્થાપિત નહોતા કર્યા પરંતુ દિવ્યાંગના કલ્યાણ માટે પણ પોતાને સમર્પિત કરી દીધા હતા. તેમણે 500 થી વધુ દિવ્યાંગોને રોજગારી આપી છે. કર્ણાટક સરકારે તેમને દિવ્યાંગજનો માટે રાજ્ય કમિશનર બનાવ્યા. રાજન્નાએ 2002 પેરાલિમ્પિક્સમાં ડિસ્કસ થ્રોમાં ગોલ્ડ મેડલ અને સ્વિમિંગમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો.